દુધ વગર કોઇને કામ ચાલતુ નથી. દુધનો ઉપયોગ જુદી જુદી રીતે દરેક પરિવારમાં કરવામાં આવે છે. દુધની કમી જ્યારે પણ થાય છેત્યારે અંધાધુંધી ફેલાઇ જાય છે. આવી સ્થિતિ માં દુધના ઉપયોગને લઇને સાવધાની જરૂરી છે. વારંવાર એવી બાબત સાંભળવા માટે મળે છે કે દુધમાં ભેળસેળ આવે છે. દુધના કારણે ઇન્ફેક્શન પણ ફેલાય છે. ઘરમાં જે દુધ આવે છે તે શુદ્ધ છે કે કેમ તે અંગે કોઇ વ્યક્તિ સ્પષ્ટપણે કહેવાની સ્થિતિ માં નથી.
ઉત્તર ભારતીય લોકો તો કોઇને કોઇ રીતે દુધનો ઉપયોગ ચોક્કસપણે કરે છે. દુધમાં તેલ મિક્સ છે, યુરિયા અથવા તો ડિટરજન્ટ પાઉડજર મિક્સ છે અને અન્ય ચીજા મિક્સ છે તેવા અહેવાલ આવતા રહે છે. દુધને લઇને લઇને વારંવાર પ્રશ્નો થાય છે ત્યારે સંબંધિત વિભાગો પણ સાવધાન બનીને દુધમાં ભેળસેળ રોકવા માટેના પ્રયાસ હાથ ધરે તે જરૂરી છે. ઉત્તર ભારતીયો તો દુધ વગર ચાલી શકતા નથી કારણ કે તમામ લોકો કોઇને કોઇ ગામ અથવા તો ખેડુત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પેકેટમાં ઉપલબ્ધ દૂધ બીમારીને આમંત્રણ આપી શકે છે. જાણકાર નિષ્ણાંતો અને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ્ય તાપમાનની જાળવણી નહીં હોવાની સ્થિતિ માં પેકેજમાં ઉપલબ્ધ દૂધમાં અનેક પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે.
તાજેતરમાં જ કરાયેલા આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે પેકેજિંગ પ્લાન્ટમાંથી દૂધ નીકળ્યા બાદ કન્ઝ્યુમર સુધી આ દૂધ પહોંચે તે વચ્ચેના ગાળામાં દૂધ માટે યોગ્ય તાપમાન જાળવણી થતી નથી. અલબત્ત દૂધને ગરમ કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે પરંતુ ડેરી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તેમના પ્રોડેક્ટ ૨૧ ટેસ્ટ મારફતે પસાર થાય છે. લોકોને સેફ અને સુરક્ષિત દુધ મળે તે માટે પગલાં લેવામાં આવે છે. ખોટી ચકાસણીથી ખોટા પરિણામ આવી શકે છે. કન્ઝ્યુમર વોઇસ સંસ્થા દ્વારા તાજેતરમાં જ દિલ્હીમાં વેચાતાં ૧૨ બ્રાન્ડના પેકેજ દૂધના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ તેમાં અભ્યાસની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પેકેટમાં રહેલા દૂધમાંથી સાત ડિગ્રી તાપમાનને આદર્શ ગણવામાં આવે છે પરંતુ આ બાબતનું ધ્યાન વધારે રાખવામાં આવતું નથી. દુકાનો સુધી પહોંચવાના ગાળા દરમિયાન આ બાબતનું ધ્યાન આપવામાં આવતું નથી. દુકાનોમાં પહોંચ્યા બાદ પણ તાપમાન મામલે ગંભીરતા રાખવામાં આવતી નથી.
નિષ્ણાંતોનું એમ પણ કહેવું છે કે સ્વાસ્થ્ય સાથે સંબંધિત મામલાઓ અને ધારાધોરણની અવગણના કરવામાં આવી રહી છે. કોલીફોર્મ બેક્ટેરિયા ૪૬ ડિગ્રી તાપમાન પર નષ્ટ થઈ જાય છે. આનો મતલબ એ થયો કે દૂધને ખૂબ સારી રીતે ગરમ કરવાની સ્થિતિ માં તેમા રહેલા બેક્ટેરિયાનો ખતરો રહેતો નથી. અલબત્ત કન્ઝ્યુમર વોઈસનું કહેવું છે કે વધારે ગરમ કરવાથી દૂધમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ ઘટી જાય છે. કેટલાક કેસમાં તબીબો પણ ટોન્ડ દુધનો ઉપયોગ કરવા માટેની સલાહ આપે છે. દુધના સેમ્પલ લઇને વારંવાર ચકાસણી કરવામાં આવે છે. ડેરી સાથે જોડાયેલા લોકો દાવો કરે છે કે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા બાદ લોકો સુધી દુધ પહોંચે છે. તેમાં કોઇ નુકસાનકારક તત્વો હોતા નથી.
જે દુધિયા દુધ આપે છે તેમાં કોઇ મિલાવટ છે કે કેમ તે સમજવાની બાબત મુશ્કેલ છે. કારણ કે તેને પુછવામાં આવતા તે કહે છે કે તે કોઇ ચીજ મિક્સ કરતો નથી. કેટલાક દિવસ સુધી સાવચેતી રાખવામાં આવ્યા બાદ દુધને લઇને ફરી અમે સામાન્ય બની જઇએ છીએ. આવી સ્થિતિ માં દુધને લઇને મિલાવટ અંગે માહિતી મેળવી લેવી ખુબ જટિલ કાર્ય છે.