૧ જાન્યુઆરીએ જ્યાં આખી દુનિયા નવા વર્ષનો જશ્ન મનાવતી હોય છે, તો બીજી તરફ દલિત સમાજ પોતાના પૂર્વજોના બલિદાનને યાદ કરતા આ દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવે છે. દલિત સમાજ માટે આ દિવસ એટલા માટે પણ ખાસ છે કેમ કે, આ દિવસે તેમને સામાજિક ભેદભાદને દૂર કરવામાં સૌથી મોટી લડાઈમાં જીત મળી હતી. કહેવાય છે કે, આ દિવસે ફક્ત ૫૦૦ યૌદ્ધાઓએ પેશવાના ૨૮૦૦૦ સૈનિકોને માત આપીને તેમને આત્મસમર્પણ કરવા માટે મજબૂર કર્યા હતા.
આ દિવસને દલિત સમાજ દર વર્ષે શૌર્ય દિવસ દિવસ મનાવે છે. પુણેના ભીમા કોરેગાંવમાં વિજય સ્તંભ પર તેમના પૂર્વજોની વીરતા અંકાયેલી છે. કેટલાય ઈતિહાસકારો માને છે કે, પેશવા વિરુદ્ધ મહારોની આ લડાઈ અંગ્રેજો માટે નહીં પણ તેમની અસ્મિતા માટેની લડાઈ હતી. દલિતોની સાથે જે વ્યવહાર પ્રાચીન ભારતમાં થતાં હતા, તે જ વ્યવહાર પેશવા શાસકોએ મહારો સાથે કર્યા હતા. ડોક્ટર અશોક ભારતી જણાવે છે કે, કેટલીય જગ્યાએ દાવો કર્યો છે કે, મહારોની આ લડાઈ મરાઠા વિરુધધ હતી, જે ખોટી વાત છે. તેમનો દાવો છે કે, મહારોએ મરાઠા નહીં પણ બ્રાહ્રણને હરાવ્યા હતા. મહારો પર જબરદસ્તી આભડછેડ થોપવામાં આવ્યો હતો અને તેનાથી નારાજ હતા. જ્યારે મહારોએ તેમને તે ખતમ કરવા માટે કહ્યું તો, માન્યા નહીં અને તેના કારણે તેઓ બ્રિટિશ ફૌજ સાથે મળી ગયા. જે બાદ બ્રિટિશ ફૌજે મહારોને ટ્રેનિંગ આપી અને પેશવાઈ વિરુદ્ધ લડવાની પ્રેરણા આપી. મરાઠા શક્તિના નામ પર જે બ્રાહ્મણ પેશવાઈ હતા. આ લડાઈ હકીકતમાં તેમના વિરુદ્ધ હતી અને મહારોએ તેમને હરાવ્યા હતા. આ મરાઠા વિરુદ્ધની લડાઈ જરાં પણ નહોતી. ભારતી આગળ જણાવે છે કે, મહારો અને મરાઠા વચ્ચે કોઈ પણ પ્રકારના ભેદભાવ નહોતા.
ઈતિહાસમાં તેમના મતભેદની ક્યાંય વાત નથી, જો બ્રાહ્મણ આભડછેટ ખત્મ કરી દેતા તો કદાચ આ લડાઈ થતી નહીં. તેઓ કહે છે કે, મરાઠાનું નામ તેમા એટલા માટે આવે છે કે, કેમ કે બ્રાહ્મણોએ મરાઠાઓ પાસેથી પેશવાઈ છીનવી લીધી હતી. અંતિમ પેશવા તાકાત હતી અને બ્રિટિશ તેમને હરાવા માગતા હતા. એટલા માટે બ્રિટિશ ફૌજે મહારોનો સાથ લીધો અને પેશવા રાજ ખતમ કરી દીધું.
મહારોના આ વિજયની યાદમાં પુણેના ભીમાકોરેગાંવમાં અંગ્રોજોએ વિજય સ્તંભની સ્થાપના કરી, જ્યાં દર વર્ષે એક જાન્યુઆરીએ દલિત સમુદાયના લોકો, યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને પોતાના પૂર્વજોના શૌર્યને યાદ કરવા માટે એકઠા થાય છે. આ સ્તંભ પર ૧૮૧૮ યુદ્ધમાં માર્યા ગયેલા મહાર યૌદ્ધાઓને નામ અંકાયેલા છે. આ દિવસે વર્ષ ૨૦૧૮માં ભીમાકોરેગાંવ યુદ્ધના ૨૦૦ વર્ષ પુરા થવા પર દિલત સંગઠનોએ એક ઝૂલુસ કાઢ્યું હતું. જે દરમિયાન હિંસા ભડકી ગઈ હતી. આ હિંસા પાછળ મહારાષ્ટ્ર પોલીસે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ થયેલી એલ્ગાર પરિષદ સંમેલનમાં ભડકાઉ ભાષણ અને નિવેદનોને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યાર બાદ જૂન ૨૦૧૮માં મહારાષ્ટ્ર પોલીસે સામાજિક કાર્યકર્તા સુધીર ધાવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, શોમા સેન અને મહેશ રાઉતની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત ઓગસ્ટ ૨૦૧૮માં જ મહારાષ્ટ્ર પોલીસે માઓવાદીઓ સાથે કથિત સંબંધને લઈને પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ હતા સામાજિક કાર્યકર્તા કવિ વરવરા રાવ, વકીલ સુધા ભારદ્વાજ, સામાજિક કાર્યકર્તા અરુણ ફરેરા, ગૌતમ નવલખા અને વર્ણન ગોંજાલ્વિસ. મહારાષ્ટ્ર પોલીસનો આરોપ હતો કે, આ સંમેલનમાં અમુક સમર્થકોએ માઓવાદી સાથે સંબંધ છે અને તેમના ગેજેટ્સથી અમુક ગુનાહિત પત્રો મળ્યા છે. જે તેમને આરોપી બનાવવા માટે પુરતા છે. જો કે, અમેરિકાના મૈસાચ્યુસેટ્સની ડિજિટલ ફોરેન્સિક ફર્મ આર્સેનલ કંસલ્ટિંગના એક રિપોર્ટમાં આ પત્રની વિશ્વસનિયતા પર ગંભીર સવાલો ઊભા થાય છે. જે પત્રોના આધાર પર ૨૦૧૮માં તપાસ એજન્સીઓએ એલ્ગાર પરિષદ મામલામાં વિલ્સન સહિત ૧૫ કાર્યકર્તાઓની ધરપકડ હતી.