ડાકોટા જોન્સન પાસે હાલમાં ઘણી ફિલ્મ હાથમાં રહેલ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ :  હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જોન્સન હાલમાં અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે. જે પૈકી બે ફિલ્મો તો ટુંક સમયમાં રજૂ કરવામાં આવનાર છે. પીનટ બટર ફાલકોન નામની ફિલ્મ નવમી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આવી જ રીતે તેની કવર અને ફ્રેન્ડસ નામની ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે.  ડકોટા ક્રિસ માર્ટિનના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. બન્ને હાલમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે નજરે પડ્યા હતા. પેરિસમાં કેટલાક દિવસ સુધી બન્ને સાથે રહ્યા હતા. ચાર્લ્સ ડી ગોલે એપરોપ્રટ પર બન્ને સાથે નજરે પડ્યા બાદ તેમના ફોટા પણ કેટલાક મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા  હતા. ૨૮ વર્ષીય ફિક્ટી શેડ્‌સ ઓફ ડાર્ક સ્ટાર ડકોટા જોન્સન ક્રિસની સાથે દેખાઇ હતી.

ડોકાટા જોન્સન હોલિવુડમાં હવે મોટી સ્ટાર તરીકે ઉભરી ચતુકી છે. પોતાની સ્ટાઇલિશમાં ડકોટા ખાસ રીતે દેખાઇ રહી નથી. ડકોટા જોન્સન પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મ આવી રહી છે. ફિફ્ટી શેડ્‌સ ઓફ ગ્રેના સ્ટાર સાથે તેની જાડી ફિલ્મમાં તમામ ચાહકોને પસંદ પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.ડકોટા જોન્સનના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.  ક્રિસ માર્ટિન પેરિસમાં બ્લેક હેટમાં નજરે પડી હતી.

મ્યુઝિશિયન તરીકે ક્રિસ માર્ટિને ભારે લોકપ્રિયતા મેળવી છે. કોલ્ડપ્લે ગાયક તરીકે તેની લોકપ્રિયતા હાલના સમયમાં વધી રહી છે. તેની પાસે જે ફિલ્મ રહેલી છે તેમાં રોમેન્ટિક કોમેડી, એક્શન થ્રીલર ફિલ્મનો સમાવેશ થાય છે. ડકોટા જોન્સન હાલમાં હોલિવુડની સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે ઉભરી આવી છે. ૨૯ વર્ષીય સ્ટાર ભારે આશાવાદી છે.

Share This Article