ડાકોટા જોન્સન- ક્રિસ માર્ટિન એકબીજાના પ્રેમમા : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ :  હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જોન્સન હાલમાં ક્રિસ માર્ટિનના પ્રેમમાં છે. થોડાક સમય સુધી તેમના સંબંધોની વાત ગુપ્ત રાખવામાં આવ્યા બાદ હવે બંનેએ તેમની વચ્ચે સંબંધની વાત કબુલી લીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ડકોટા જોન્સન અને ક્રિસ માર્ટિન હવે ટુંક સમયમાં જ સગાઇ કરવાની તૈયારીમાં છે. બંને સંબંધને લઇને ગંભીર છે. સંબંધોને નવી ઉંચાઇ પર લેવાની તૈયારી કરી લેવામાં આવી છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમની વચ્ચે પ્રથમ વખત સંબંધની શરૂઆત થઇ હતી. બંનેના સંબંધ લાંબા ગાળા સુઘી ગુપ્ત રાખવામાં આવ્યા હતા.  બન્ને હાલમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે નજરે પડ્યા હતા. પેરિસમાં કેટલાક દિવસ સુધી બન્ને સાથે રહ્યા હતા. મંગળવારના દિવસે ચાર્લ્સ ડી ગોલે એપરોપ્રટ પર બન્ને સાથે નજરે પડ્યા બાદ તેમના ફોટા પણ કેટલાક મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ૨૯ વર્ષીય ફિક્ટી શેડ્‌સ ઓફ ડાર્ક સ્ટાર ડકોટા જોન્સન ક્રિસની સાથે દેખાઇ હતી. ડોકાટા જોન્સન હોલિવુડમાં હવે મોટી સ્ટાર તરીકે ઉભરી ચતુકી છે. પોતાની સ્ટાઇલિશમાં ડકોટા ખાસ રીતે દેખાઇ રહી નથી.

ડકોટા જોન્સન પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મ આવી રહી છે. ફિફ્ટી શેડ્‌સ ઓફ ગ્રેના સ્ટાર સાથે તેની જાડી ફિલ્મમાં તમામ ચાહકોને પસંદ પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.ડકોટા જાન્સનના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. મ્યુઝિશિયન તરીકે ક્રિસ માર્ટિને ભારે લોકપ્રિયતા મેળવી છે. કોલ્ડપ્લે ગાયક તરીકે તેની લોકપ્રિયતા વધી છે.

Share This Article