ખુબસુરત ડેઝી શાહ ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા તૈયાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી દેખાવડી ડેઝી શાહ હવે ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માટે જઇ રહી છે. તે ગુજરાતી ૧૧ ટાઇટલ ધરાવતી ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે. ડેઝી શાહ દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ સાઇન કરી લીધા બાદ હવે તેની પાસે બીજી ગુજરાતી ફિલ્મ આવે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. પ્રાપ્ત માહિતી મુજબ ડેઝી શાહ અભિનિત પ્રથમ ગુજરાતી ફિલ્મ એક સ્પોર્ટસ ફિલ્મ રહેનાર છે. જેનુ નિર્દેશન જયંત ગિલાટક કરનાર છે. નટ સમ્રાટના કારણે તેઓ જાણીતા રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તે પ્રથમ ગુજરાતી સ્પોર્ટસ ફિલ્મ તરીકે સાબિત થનાર છે.

જેમાં ડેઝી શાહની મુખ્ય ભૂમિકા રહેશે. તે ફુટબોલ કોચ તરીકેની ભૂમિકા અદા કરનાર છે. આ ફિલ્મ માટે બે કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બે યારમાં આ બંને સાથે નજરે પડ્યા હતા. હવે ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. ડેઝી શાહે હિન્દી ફિલ્મમાં તેની કેરિયરની શરૂઆત ધડાકા સાથે સલમાન ખાન સાથે જય હો મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.

ત્યારબાદ તેને કોઇ સારી ફિલ્મ મળી રહી ન હતી. થોડાક સમય પહેલા તેની રેસ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં અનિલ કપુર, જેક્લીન અને સલમાન ખાનની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મમાં તેની ગ્લેમર ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. ડેઝી શાહને હાલમાં હિન્દી ફિલ્મો મળી રહી ન હતી. જેથી હવે તે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે. જેથી તેની કેરિયરને લઇને તે વધારે સાવધાન હોવાનુ જાણવા મળ્યુ છે. તેને હવે હિન્દી ફિલ્મો ઓછી મળે તેવી વકી છે.

Share This Article