ડેઝી શાહ પાસે રેસ-૩ બાદ નવી ફિલ્મો આવી રહી નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ:  બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હોવા છતાં ડેઝી શાહ બોલિવુડમાં હજુ સુધી સફળતા મેળવી શકી નથી. ડેઝી શાહ પાસે સારી ફિલ્મો નહી મળવાના કેટલાક કારણો દેખાઇ રહ્યા છે. ડેઝી શાહ સલમાનખાન પરિવાર સાથે નજીકના સંબંધ હોવાના કારણે બોલિવુડમાં ટકી રહેવામાં સફળ રહી છે. જા કે તે સફળ સ્ટાર તરીકે હજુ ઉભરી શકી નથી. રેસ-૩ ફિલ્મમાં જારદાર ગ્લેમર રોલ કરીને તમામને રોમાંચિત કરી હોવા છતાં ડેઝી શાહ બોલવુડમાં હજુ સંઘર્ષ કર ી રહી છે. ડેઝી શાહ મોટા સ્ટાર સાથે ફિલ્મ કરવા માટે આશાવાદી છે.

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનના કહેવાથી હેટસ્ટોરી-૩ ફિલ્મ ડેઝી શાહે અગાઉ  સ્વીકારી લીધી હતી. તેની સેક્સી ઇમેજ આ ફિલ્મના કારણે સપાટી પર આવી હતી.  સલમાન સાથે પોતાની ફિલ્મ જય હોમાં કામ કર્યા બાદ ખુબસુરત ડેઝી શાહને હાલમાં વધારે ફિલ્મો મળી રહી નથી પરંતુ તે બિલકુલ નિરાશ નથી. સલમાન સાથે મજબુત મિત્રતા ધરાવનાર ડેઝી શાહને ટુંક સમયમાં વધારે સારી અને મોટા બેનરની ફિલ્મો હાથ લાગી શકે છે.

કેટરીના કૈફ, સોનાક્ષી જેવી અભિનેત્રી બાદ ડેઝી પણ પોતાની કેરિયર માટે સલમાનને ક્રેડિટ આપે છે.સલમાને પોતાની ફિલ્મ જય હોમાં ડેઝી શાહને લોન્ચ કરી હતી. ડેઝી શાહને સલમાનના નજીકના લોકોમાં ગણવામાં આવે છે. તેની ખુબસુરતીની પ્રથમ જ  ફિલ્મમાં નોંધ લેવામાં આવી હતી.ડેઝી શાહ વધુને વધુ ફિલ્મો કરવા માટે તૈયાર છે. તે ટોચના કલાકારો સાથે કામ કરવા તૈયાર છે.

 

Share This Article