– ડેમલર ટ્રક AGની 100% માલિકીની પેટાકંપની ડેમલર ઇન્ડિયા કોમર્શિયલ વ્હીકલ્સે (DICV) આજે જાહેરાત કરી છે કે વર્ષ 2022માં સપ્લાય ચેઇનમાં રહેલા અવરોધો અને ખર્ચ માટેનો પ્રતિકૂળ માહોલ હોવા છતાં, ભારતમાં કંપનીઓ પોતાની ઉત્પાદન કામગીરી શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં આ વર્ષ સૌથી સફળ બિઝનેસ વર્ષોમાંનું એક રહ્યું હતું. કંપનીએ CY 2021ની સરખામણીએ CY 2022માં આવકમાં 37%ની વૃદ્ધિ અને વેચાણમાં 25%ની વૃદ્ધિ નોંધાવી હતી. વર્ષ 2022, ખાસ કરીને વૃદ્ધિની દૃશ્ટિએ શ્રેષ્ઠ વર્ષ હતું કારણ કે DICVએ એક જ કેલેન્ડર વર્ષમાં ટ્રક અને બસોના કુલ 29,470 સ્થાનિક અને નિકાસ યુનિટનું વેચાણ કર્યું હતું. .
આ ઉપરાંત, DICV એ પુષ્ટિ કરી કે 2022માં કંપનીએ તેના ઓરાગડમ ઉત્પાદન સુવિધા ખાતે 200,000 વાહનો (સ્થાનિક અને નિકાસ સહિત) અને 200,000 ટ્રાન્સમિશનના ઉત્પાદનનું સીમાચિહ્ન પાર કર્યું છે. કંપનીએ 2022માં 11,000 યુનિટના વેચાણ સાથે વાર્ષિક ધોરણે વાહનોના નિકાસની સર્વશ્રેષ્ઠ કામગીરી, વાર્ષિક ધોરણે પાર્ટ્સના વેચાણની સર્વશ્રેષ્ઠ કામગીરી (245 મિલિયનથી વધુ પાર્ટ્સનું વેચાણ) અને અત્યાર સુધીમાં વાર્ષિક ધોરણે સ્થાનિક વાહનોનાનું સર્વશ્રેષ્ઠ વેચાણ નોંધ્યું છે.
DICVના 2022ની વાર્ષિક કામગીરી વિશે ટિપ્પણી કરતા, ડેમલર ઇન્ડિયા કોમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સત્યકામ આર્યએ જણાવ્યું હતું કે, “CY2022cex આવકમાં 37% વૃદ્ધિ અને વેચાણમાં 25% વૃદ્ધિ થઇ હોવાથી અમારા સૌથી મજબૂત પરફોર્મન્સ આપનારા વર્ષોમાંનું એક હતું. અમે ઉત્પાદનના નોંધપાત્ર સીમાચિહ્નો પણ ઓળંગ્યા છે. અમે ભારતમાં અમારી કામગીરીની શરૂઆત કરી તેના માત્ર 10 વર્ષમાં વ્યવસાયમાં આટલી આનંદદાયક સફળતા મેળવી છે, શરૂઆતથી જ બજારમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને છેલ્લા દાયકામાં કોમર્શિયલ વાહનોના ઉદ્યોગને જે જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો તે સ્થિતિમાંથી પણ એકધારી પ્રગતિ કરી છે. મહામારીના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કોમર્શિયલ વાહનોના વેચાણને ભારે અસર કરી હોવા છતાં અમારું નાણાકીય અને વેચાણ પરફોર્મન્સ મજબૂત રહ્યું છે. અમે અમારી કિંમત અને આવકની સ્થિતિમાં સતત સુધારો કરીને આ પરફોર્મન્સ હાંસલ કર્યું છે. આ ઉપરાંત, અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા માટે નોંધપાત્ર રોકાણ કર્યું છે અને ગ્રાહકો ઉત્તમ વાહન પસંદ કરી શકે તે માટે સંખ્યાબંધ વિકલ્પોનો વ્યાપક પોર્ટફોલિયો આપવા માટે ભારતબેન્ઝ ટ્રકના 10 નવા મોડલ લોન્ચ કર્યા છે. અમે અમારી ભાવિ વ્યૂહરચનાના આધાર તરીકે ડિજિટલાઇઝેશન, સર્વિટાઇઝેશન, ટકાઉક્ષમતા, વિવિધતા અને સમાવેશીતા પર રોકાણ કરીને ભારતમાં જે રીતે બિઝનેસ કરીશું તેમાં પરિવર્તન લાવવા માટે નિરંતર ખંતપૂર્વક કામ કરીએ છીએ. અમે અમારી R&D કામગીરીનું વિસ્તરણ કર્યું છે, વૈવિધ્યતા, સમાનતા અને સમાવેશ તેમજ અમારા કર્મચારીઓના કૌશલ્યમાં વધારો અને ફરી કૌશલ્ય આપવા માટે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નજીકના તેમજ મધ્યમ ગાળા માટે પરિવહનનના ક્ષેત્રમાં અમારા વિઝનને પૂર્ણ કરવા માટે આવી ઘણી પહેલ કરી છે.”
ભારતબેન્ઝ ઉત્કૃષ્ટતા
વિતેલા દાયકામાં, DICV એ બાંધકામ અને ખાણકામના ક્ષેત્રમાં તેની પ્રાધાન્યતા અનુભવી છે. આ ક્ષેત્રમાં ભારતબેન્ઝ હેવી-ડ્યુટી ટ્રક સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં, ભારતબેન્ઝે હાઇ-પાવર્ડ હેવી-ડ્યુટી ટ્રક, જેમ કે 3532CM માઇનિંગ ટિપર, 2832CM માઇનિંગ ટિપર, 5532 ટિપ-ટ્રેલર, 6×4 અને 10×4ના વિકલ્પો, ખાસ કરીને બાંધકામ અને માઇનિંગ માટેના વિકલ્પોનો વ્યાપક પોર્ટફોલિયો રજૂ કર્યો હતો. ભારતબેન્ઝ 6-વ્હીલર 13T મિડિયમ ડ્યુટી ટ્રકથી લઇને 22-વ્હીલર 55T ટ્રક (ટિપ ટ્રેઇલર્સ) સુધીની ટીપર પ્રોડક્ટ્સની વ્યાપક રેન્જ પૂરી પાડે છે. આ ટ્રકોનો ઉપયોગ જમીનની ઉપરના બાંધકામ, ખાણકામ, સિંચાઇ/ટનલિંગ અને આંતર-શહેર વિતરણ સહિતના વ્યાપક ઉપયોગો માટે થાય છે. ભારતબેન્ઝની નવી પેઢીના ઉત્પાદનો કોન્ક્રિટિંગની દરેક જરૂરિયાતને અનુરૂપ એન્જિન-સંચાલિત PTO સોલ્યુશન્સ સાથે RMC (રેડી મિક્સ સિમેન્ટ) એપ્લિકેશનમાં પરિવર્તન લાવી રહ્યાં છે.
વૈવિધ્યતા, સમાનતા અને સમાવેશીતા
DICVએ ભવિષ્ય પર નજર રાખીને, વૈવિધ્યતા, સમાનતા અને સમાવેશીતા (DEI)ને કેન્દ્રમાં રાખીને પહેલ શરૂ કરી છે જેથી લોકોને તેમના સામાજિક-વ્યાવસાયિક મૂલ્યોને પુનર્જીવિત કરવામાં મદદ કરીને તેઓને પડકારજનક પરંતુ રોમાંચક ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરી શકાય. કંપનીએ તેના કર્મચારીઓની ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે તેની લર્નિંગ અને ડેવલપમેન્ટની પહેલને વેગ આપ્યો છે જેથી કરીને આગામી દાયકામાં સંસ્થાના વિકાસમાં શિક્ષણને પાછું લાવી શકાય.
સત્યકામ આર્યએ ઉમેર્યું હતું કે, “સંસ્થાના વિકાસમાં લોકોનું શું મહત્વ છે અને તેઓ જે યોગદાનને DICV દ્વારા બિરદાવવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ એ લોકોનું કામ ખૂબ જ મહત્વનું હોય તેવો ઉદ્યોગ છે. માણસ સમગ્ર સિસ્ટમમાં જે સૂક્ષ્મતા, સમર્પણ અને જુસ્સો લાવી શકે છે તે ખરેખર અજોડ છે તેમજ વ્યવસાયોને લાભ આપી રહી તે ટેકનોલોજીની પ્રગતિને તે પૂરક બનાવે છે. હું માનું છું કે લોકો ટેક્નોલોજી અને ડિજીટલાઇઝેશન પર ખૂબ જ નિર્ભર વિશ્વમાં આગામી દૃશ્ટાંત પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેથી, અમે અમારા લોકોને ભવિષ્યમાં જે સ્થિતિનો સામનો કરવો પડશે તેના માટે તૈયાર કરવામાં મદદરૂપ થવા માટે લીડર તરીકે અમારી જવાબદારીને ઓળખીએ છીએ.”
પર્યાવરણ, સમાજ અને ગવર્નન્સ
ESG (પર્યાવરણ, સામાજિક અને ગવર્નન્સ) પર ધ્યાન કેન્દ્રિત કરીને DCIVની ટકાઉક્ષમ બિઝનેસ વ્યૂહરચનાના માળખામાં કંપની વર્ષ 2025 સુધીમાં પોતાની કામગીરીમાં CO2 ન્યૂટ્રલ બનવા માટે સખત મહેનત કરી રહી છે. કંપનીની ઓરાગડમ ખાતે 430-એકરમાં આવેલી ઉત્પાદન સુવિધા તેની 85% કાર્યકારી ઊર્જાનો ઉપયોગ રિન્યૂએબલ ઉર્જામાંથી કરી શકે છે જેના માટે ઇન-હાઉસ 3.3MW ફોટોવોલ્ટેઇક પ્લાન્ટ દ્વારા જનરેટ કરાયેલ ઉર્જા તેમજ અન્ય સ્રોતોમાંથી જનરેટ કરાયેલી ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાન્ટ પાણી બાબતે 90% આત્મનિર્ભર છે અને મિયાવાકી જંગલમાં વિસ્તરેલું વનાવરણ ધરાવે છે.
પરિવહન અને ઇનોવેશન
2022માં, DICV એ સોલ્યુશન્સ ઓળખવા અને કંપનીને પરિવહનના અવકાશમાં પ્રચંડ રીતે સ્થાપિત કરવા આપવા માટે નવા આઇડિયા લાવવાના ઉદ્દેશથી IIT મદ્રાસ રિસર્ચ પાર્ક સાથે ભાગીદારી કરી હતી. DICV 2023માં વધુ સ્ટાર્ટ-અપ કંપનીઓને ઉત્સાહિત કરવાના પ્રયાસમાં છે જેથી તે તેના પરિવર્તનની પહેલને વધુ આગળ લઇ જઇ શકે.
DICV તેની ચેન્નઇ નજીક આવેલી ઓરાગડમ સુવિધામાં ટ્રકની ચાર બ્રાન્ડ્સનું ઉત્પાદન કરવામાં આવે છે જે – ભારતબેન્ઝ (ઘરેલું બ્રાન્ડ), મર્સિડીઝ-બેન્ઝ, ફ્રેઇટલાઇનર અને મિત્સુબિશી ફુસો ઠે. ઓરાગડમમાં ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાના ટ્રાન્સમિશનનો ઉપયોગ ભારતબેન્ઝ ટ્રકમાં કરવામા આવે છે અને યુરોપમાં તેની નિકાસ કરવામાં આવે છે. DICV સમગ્ર ભારતમાં 300થી વધુ ભારતબેન્ઝ સેલ્સ અને સર્વિસ સુવિધાઓ ધરાવે છે અને 400 થી વધુ ભાગીદારોનો મજબૂત સપ્લાયર બેઝ ધરાવે છે. બ્રાન્ડની ડીલરશીપ અને સર્વિસ સ્ટેશનો સમગ્ર ભારતમાં આવેલા છે, જે ગોલ્ડન ક્વાડ્રીલેટરલ ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને આવરી લે છે, જેના કારણે ગ્રાહકો માત્ર બે કલાકમાં આ સુવિધાઓ પર પહોંચી શકે છે. ભારતબેન્ઝ, ભારતીય કોમર્શિયલ વાહન ઉદ્યોગમાં સૌથી સુરક્ષિત ટ્રકોના ઉત્પાદનની પ્રતિષ્ઠા ધરાવે છે. તેમની ટ્રકો ભારતમાં સૌથી સુરક્ષિત ક્રેશ-ટેસ્ટેડ કેબિન સાથે બનાવવામાં આવે છે.