નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના બુલંદશહેરના સ્યાના ગામમાં સોમવારના દિવસે ભડકી ઉઠેલી હિંસા બાદ તોફાની ટોળાની હિંસાનો શિકાર થયેલા અને શહીદ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહે વર્ષ ૨૦૦૫માં મોહમ્મદ અખલાકના મોબ લિંચિગના મામલામાં ઉંડી તપાસ કરી હતી. તેઓ આ મામલાની તપાસ કરનાર અધિકારી તરીકે હતા. ગ્રેટર નોઇડાના દાદરી ખાતે બિસધા ગામમાં આ ઘટના બની હતી. જેના કારણે દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
બીફ રાખવા અને ખાવાના મામલે આ હિંસા થઇ હતી. જેમાં અખલાકને મારી નાંખવામાં આવ્યો હતો. બુલન્દશહેર હિંસાની તપાસ હવે આગળ વધી રહી છે. સિંહે બનાવ બાદ સંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા જેમાં અખલાકના આવાસમાંથી મિટના સેમ્પલો સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. જા કે, તપાસમાં પક્ષપાત કરવાનો તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમની તપાસના મધ્યમાં વારાણસીમાં બદલી કરવામાં આવી હતી. ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૫થી ૯મી નવેમ્બર ૨૦૧૫ સુધીના ગાળામાં અખલાખ લિંચિંગ કેસમાં તેઓ તપાસ અધિકારી તરીકે હતા.