માધુરી સાથે ઠુમકા લગાવશે ડબ્બૂ અંકલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ડાસિંગ અંકલના નામથી ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલા ડબ્બુ અંકલ જલ્દી જ એક મોટી ન્યૂઝ આપશે. ડબ્બૂ અંકલની પોપ્યુલારીટી એટલી વધી ગઇ છે કે તે સલમાન ખાનના શો દસ કા દમમાં પહોંચ્યા હતા. ડબ્બૂ અંકલનો જલવો અહીંથી પતતો નથી. તે પોતાના ડાંસનો દમ બતાવવા માટે માધુરી દિક્ષીતના શો ડાન્સ દિવાનેમાં જશે. આ શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ગોવિંદા આવવાના છે. તેમની સામે ડબ્બૂ અંકલ ગોવિંદાના ગીત પર ડાન્સ કરશે અને ગોવિંદાની સાથે પણ ઠુમકા લગાવશે.

માધુરીના શો પર જવા બાબતે ડબ્બુ અંકલે કહ્યુ હતુ કે તેમના માટે આ સૌભાગ્યની વાત છે. શોમાં ગોવિંદાજી આવવાના છે તેની ખબર ડબ્બૂ અંકલને નહોતી, પરંતુ તેમણે કહ્યુ છે કે તેમને મળવું તે જ તેમના માટે ઇનામ છે. તે પોતાની ખુશી ક્યા શબ્દોમાં જાહેર કરે તેમને સૂજતુ નહોતુ.

ડબ્બૂ અંકલની તારીફ ગોવિંદા પહેલા જ કરી ચૂક્યા છે. ગોવિંદાએ ડબ્બૂ અંકલની તારીફમાં જણાવ્યુ હતુ કે , જે ગીતને શૂટ કરતાં તેમને 9 કલાકનો સમય લાગ્યો હતો, તે જ ગીતને ડબ્બૂ અંકલે 5 મિનીટમાં કરી બતાવ્યો એ ખૂબ મોટી બાબત છે. હવે માધૂરીના શોમાં ડબ્બૂ અંકલ કેવી રીતે ધૂમ મચાવે છે તે જોવુ રહ્યું.

Share This Article