મુંબઇ : ડોન દાઉદના ભત્રીજા સોહેલ કાસ્કરને ભારત લાવવા માટેના પ્રયાસ પણ હવે કેન્દ્ર સરકાર શરૂ કરી ચુકી છે. જા કેન્દ્ર સરકારની વાતને માની લેવામાં આવશે તો સોહેલને ભારત લાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર દાઉદની ડી ગેંગ પર સકંજા મજબુત કરી રહી છે. મુંબઇ પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે આ મામલે અમેરિકી સંસ્થાઓ સાથે વાતચીત શરૂ કરી છે. સોહેલના પ્રત્યાર્પણના મામલે વાતચીત થઇ ચુકી છે. સોહેલે વર્ષ૧૯૮૯માં ૧૦ વર્ષની વયમાં પિતા નુરા કાસ્કરના સાથને છોડી દીધો હતો. કિડની ફેલ થઇ ગયા બાદ વર્ષ ૨૦૦૯માં નુરાનુ કરાચીમાં મોત થયુ હતુ. જુન ૨૦૧૪માં સોહેલને સ્પેનમાં પકડી લેવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૫માં તેને અમેરિકાને સોંપી દેવામાં આવ્યો હતો. તેના પર નોર્કોટેરેરિઝમના આરોપો રહેલા છે. કોલંબિયાના બળવાખોરોની મદદ કરવા અને અમેરિકામાં ડ્ર્ગ્સ મોકલી દેવાના મામલે તે પકડાયો હતો.
સોહેલને અન્ય ત્રણ લોકોની સાથે કાવતારના આરોપસર પકડી લેવામાં આવ્યો હતો. આ વર્ષ ૧૨મી સપ્ટેમ્બરના દિવસે સોહેલને અમેરિકીની કોર્ટે ચાર મામલામાં દોષિત જાહેર કર્યો હતો. જા કે સજા ગાળવાની અવધિ પૂર્ણ થઇ ચુકી છે. મોદી સરકાર એકપછી એક અપરાધીને ભારત લાવી રહી છે.