તિતલી ઇફેક્ટ : પાંચ લાખ લોકો હાલ અંધારપટ હેઠળ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં વિનાશકારી ચક્રવાતી તોફાનની તીવ્રતા હાલમાં ઓછી થાય તેવી શક્યતા ઓછી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. તોફાનના કારણે એક મીટર સુધી પાણીના મોજા ઉછળવાના લીધે પુરી જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ જનજીવન ખોરવાઈ ગયું છે. પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યા બાદ તિતલી તોફાન નબળું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

બીજી બાજુ પ્રચંડ તોફાનના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. હજારો લોકો બંને રાજ્યોમાં અંધારપટ હેઠળ આવી ગયા છે. ટેલિફોન લાઈન ઠપ્પ થઇ ગઇ છે. બંને રાજ્યોના નિચાણવાળા વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. ૬૦૦૦થી ૭૦૦૦ જેટલા વિજ થાંભલા તુટી પડ્યા છે. આશરે ચાર લાખથી પાંચ લાખ જેટલા લોકો અંધારપટ હેઠળ આવી ગયા છે. ઓરિસ્સાના  કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. ૩૦૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પારાદીપ બંદર ઉપર ઓપરેશન બંધ કરવાની ફરજ પડી છે. ઘણી ફ્લાઇટો અને ટ્રેનોને રદ કરવામાં આવી છે. પારાદીપ બંદર ઉપર કામગીરી બંધ કરીને તમામ જહાજાને ઉંડા દરિયામાં મોકલી દેવાં આવ્યા છે. પારાદીપ બંદર ઉપરના મુખ્ય અધિકારીઓ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગો બ્લોક કરવા અને ઇમરજન્સી કામ ખોરવાઈ જવાના તમામ બનાવો બન્યા છે. બંને રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે. Âસ્થતિમાં સુધારો કરવામાં સમય લાગી શકે છે.

Share This Article