ભુવનેશ્વર : ઓરિસ્સામાં ફની તોફાનની એન્ટ્રી થઇ ગયા બાદ જનજીવન પર માઠી અસર થઇ છે. ઓરિસ્સામાં છેલ્લા ૨૦ વર્ષના લાંબા ગાળ બાદ આટલી તીવ્રતા સાથે કોઇ તોફાન ત્રાટક્યુ છે. છેલ્લા ૨૦ વર્ષમાં આ પ્રકારના વિકરાળ તોફાનને લોકોએ જાયુ નથી. તોફાનની ગંભીરતાને ધ્યાનમાં લઇને ૧૧ લાખ લોકોને સુરક્ષિત ખસેડી લેવામાં આવ્યા હતા. એનડીઆરએફની ૨૮ કંપનીઓ તૈનાત કરવામા આવી હતી. ઓરસ્સા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેપડ એક્શન ફોર્સની ૨૦ યુનિટ પણ તૈનાત કરવામાં આવી ચુકી છે. સાથે સાથે ફાયર સેફ્ટી ડિપોર્ટમેન્ટના ૫૨૫ લોકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ૩૦૨ ટીમો પણ પહેલાથી જ ગોઠવી દેવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થિતીની ઉંડી તપાસ કરી હતી. તોફાન ત્રાટકે તે પહેલા જ સંભવિત નુકસાનને ટાળવા માટે તમામ પગલા લેવામા ચુક્યા હતા. દરિયાકાઠાના જિલ્લામાં રેલવે, માર્ગ અને વિમાની સેવાને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી હતી. ગુરૂવારે મોડી રાત્રેથી બીજુ પટનાયક એરપોર્ટથી તમામ ફ્લાઇટોને ૨૪ કલાક માટે રોકી દેવામાં આવી હતી. કોલકત્તા એરપોર્ટને પણ બંધ રાખવાનો નિર્ણય રવામાં આવ્યો છે. કોલકત્તા એરપોર્ટને શુક્રવારે રાત્રેથી લઇને શનિવારે સાંજે છ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણંય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની સલાહ આપી છે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને વાણિજ્ય પેઢીઓને બંધ રાખવામાં આવી છે. ચૂંટણી પંચે ચાર વિધાનસભા ક્ષેત્રોના ઇવીએમને પણ સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવા માટે મંજુરી આપી દીધી છે. રાજ્ય સરકારે તોફાનને પહોંચી વળવા માટે પહેલાથી જ તૈયારી કરી હતી. મુખ્યપ્રધાને બેઠકો યોજી છે.