સાયબર અવેરનેસ પ્રોગ્રામ: ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાયો

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદ : ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સાયબર અવેરનેસ પ્રોગ્રામ સફળતાપૂર્વક યોજાયો. નરોડા વિસ્તારની સૃષ્ટિ વિદ્યાવિહારમાં 75 જેટલા બાળકોને સાઈબર અવેરનેસ લગતી માહિતી આપવામાં આવી.

કાર્યક્રમમાં સ્પીકર યશપાલસિંહ સિસોદિયાએ બાળકોને મોબાઈલ, લેપટોપ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની અને સાયબર એટેકથી બચવાની માહિતી આપી. તેમણે જણાવ્યું કે આજના યુગમાં સાયબર પ્રત્યેની જાગૃતિ ખૂબ જ આવશ્યક છે.

ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકગણ અને આચાર્યશ્રીએ ડ્રીમ ફાઉન્ડેશનના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી.

કાર્યક્રમ દરમિયાન બાળકોને સાયબર સલામતીના વિવિધ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી, જેમાં પાસવર્ડ મેનેજમેન્ટ, ફિશિંગ એટેક, સોશિયલ મીડિયા સલામતી, અને ઓનલાઇન બેંકિંગ સલામતીનો સમાવેશ થાય છે.

ડ્રીમ ફાઉન્ડેશનના સભ્ય ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું કે, “અમે બાળકોને સાયબર સલામતી વિશે જાગૃત કરવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહીશું.”

Share This Article