અમેરિકાથી આયાત થતા ચણા, કઠોળ અને સફરજન સહિતની આઠ પ્રોડક્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી ભારત હટાવવા જઈ રહ્યું છે. અમેરિકાએ કેટલાક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ડ્યુટી વધાર્યા બાદ ભારતે વર્ષ ૨૦૧૯ માં આ ચીજ ઉપર પર કસ્ટમ ડ્યુટી લાદી હતી . સૂત્રોએ આ માહિતી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન બંને દેશો ૬ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વિવાદોને સમાપ્ત કરવા અને યુએસ ઉત્પાદનો પર પ્રતિશોધાત્મક ટેરિફ દૂર કરવા સંમત થયા હતા.વર્ષ ૨૦૧૮ માં રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને યુએસએ સ્ટીલ ઉત્પાદનો પર ૨૫ ટકા અને કેટલાક એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાદવાનું નક્કી કર્યું હતું. તેના સામે ભારતે જૂન ૨૦૧૯માં અમેરિકાના ૨૮ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી લાદી હતી.
ભારતે વધારાની ડ્યુટી રદ કરવાની સૂચના આપ્યા પછી યુએસ દ્વારા ઉત્પાદિત આ આઠ ઉત્પાદનો પરની ડ્યુટી વર્તમાન મોસ્ટ ફેવર્ડ નેશન દર પર પાછી આવશે એમ સૂત્રએ જણાવ્યું હતું. આ ટેક્સ ૯૦ દિવસમાં સમાપ્ત થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કરાર હેઠળ ભારતને ચણા (૧૦ ટકા), કઠોળ (૨૦ ટકા), તાજી અથવા સૂકી બદામ (૭ રૂપિયા પ્રતિ કિલો), છીપવાળી બદામ (૨૦ રૂપિયા પ્રતિ કિલો), અખરોટ (૨૦ ટકા) તાજા સફરજન (રૂ. ૨૦ પ્રતિ કિલો). ૨૦ ટકા), બોરિક એસિડ (૨૦ ટકા), અને મેડિકલ રીએજન્ટ (૨૦ ટકા) નો ર્નિણય લેવાયો છે. અમેરિકી ધારાશાસ્ત્રીઓ અને ઉદ્યોગોએ આ ટેરિફને દૂર કરવા માટે ભારત સાથે કરારની જાહેરાતને આવકારી છે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. ગયા નાણાકીય વર્ષમાં, દ્વિપક્ષીય માલસામાનનો વેપાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં $૧૧૯.૫ બિલિયનથી વધીને $૧૨૮.૮ બિલિયન થયો હતો. સફરજન માટે ભારત વોશિંગ્ટનનું બીજું નિકાસ બજાર છે.