હાલ કેન્દ્રિય પુલમાં વિક્રમી ૪૦ લાખ ટન દાળનો જથ્થો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : દેશના મોટા ભાગના દાળ ઉત્પાદક રાજ્યોમાં આ વર્ષે દુકાળની સ્થિતીના કારણે દાળની કિંમતોમાં કોઇ વધારો થાય તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સાવધાન થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને કાબુમાં લેવા માટે પોતાની કવાયત તીવ્ર બનાવી ચુકી છે. કેન્દ્રિય પુલમાં દાળનો હાલમાં વિક્રમી ૪૦ લાખ ટનનો જથ્થો રહેલો છે. આમાં ૧૫ લાખ  ટનના બફર સ્ટોકનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કૃષિ સહકારી વિતરણ સંઘ લિમિટેડ (નાફેડ)ના કહેવા મુજબ સરકારની પાસે દુકાળની સ્થિતીને પહોંચી વળવા માટે દાળનો પુરતો જથ્થો પહેલાથી જ રહેલો છે. નિગમના કહેવા મુજબ ૪૦ લાખ ટનના દાળના જથ્થાની સાથે અન્ય જથ્થો પણ રહેલો છે. જેમાં ૨૦ લાખ ટન ચણાનો સમાવેશ થાય છે. મગ, અડધ, મસુરનો  આશરે પાંચ લાખ ટનનો જથ્થો રહેલો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર સાવચેતી રાખી રહી છે. ૧૫ લાખ ટન તળનો પણ જથ્થો છે.

સરસિયાનો ૧૧ લાખ ટનનો જથ્થો રહેલો છે. આંકડામાં દર્શાવમાં આવ્યુ છે કે રબિ સિઝનમાં ૧૯.૬ લાખ ટનની ખરીદી કરવામાં આવી છે. નાફેડ દ્વારા ૮૬૮૯.૯૭ કરોડ રૂપિયાની કિંમતનો ૧૯.૬૩ લાખ ટન દાળની ખરીદી કરવામાં આવી છે. દેશભરમાં ૯૩૨૨૮૩ ખેડુતો પાસેથી જંગી ખરીદી કરવામાં આવી છે. આ વખતે બફર સ્ટોક રાખવા માટેના કેટલાક કારણો રહેલા છે. દુકાળની સ્થિતીનો સામનો કરવા માટે જુદા જુદા પગલા લેવામાં આવ્યા છે. રેકોર્ડ સ્તર પર કેન્દ્રિય પુલ પહોંચાડી દેવા માટેના  કેટલાક કારણો રહેલા છે. સોયાબીન, કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થવાની સ્થિતિમાં જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સરકારે હાલમાં જ તુવેરના આયાત ક્વોટાને બે લાખ ટનથી વધારીને ચાર લાખ ટન કરવાની જાહેરાત કરી હતી. દેશના લોકો મોનસુનને લઇને ચિંતાતુર બનેલા છે. ભારતે પહેલાથી જ મકાઈ અને કપાસની આયાતને અછતને ધ્યાનમાં લઇને વધારી દીધી છે. દેશમાં પુરતા પ્રમાણમાં જથ્થો હોવા છતાં સરકારે કઠોળ માટેના આયાત ક્વોટાને બે ગણો કરી દીધો છે.

સામાન્ય મોનસુનથી ઓછો વરસાદ રહેવાની સ્થિતિમાં કિંમતોમાં વધારો થઇ શકે છે. ભાવમાં વધારો થવાની સ્થિતિમાં સામાન્ય લોકોની મુશ્કેલી ન વધે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. પહેલાથી જ વાવણી થઇ ચુકેલા પાકને બચાવવા માટે વરસાદના સારા રાઉન્ડની રાહ દેશના લોકો જોઈ રહ્યા છે. વાવણીના વિસ્તારોમાં પણ હજુ સુધી સારો વરસાદ થયો નથી. ખરીફ વાવણી આ વર્ષ માટે હજુ સુધી સામાન્ય કરતા ૩૩ ટકા ઓછી રહી છે. ૨૦૧૮માં નોર્મલ મોનસુની વરસાદની સરખામણીમાં આ વખતે ઓછો વરસાદ રહેવાની વાત પહેલાથી જ કરવામાં આવી ચુકી છે. તેલિબિયા વાવણી દેશભરમાં સરેરાશ કરતા ૧૭ ટકા ઓછી છે જ્યારે તેલિબિયાના પાક માટે મુખ્ય ગણાતા સોયાબીન સામે પણ ઓછા વરસાદના લીધે ખતરો ઉભો થયો છે. મરાઠવાડા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં ઓછો વરસાદ થઇ રહ્યો છે. મરાઠવાડામાં ઓછા વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે.

Share This Article