પોલીસ રેકોર્ડને જોવામાં આવે તો ખીણમાં જેશના ૫૬ ત્રાસવાદીઓ હાલમાં સક્રિય છે. જે પૈકી ૨૧ ઉત્તર કાશ્મીરમાં સક્રિય છે.૩૫ દક્ષિણ કાશ્મીરમાં સક્રિય છે. જે પૈકી ૩૩ ત્રાસવાદીઓ પાકિસ્તાની અને ૨૩ ત્રાસવાદીઓ સ્થાનિક હોવાના હેવાલ મળ્યા છે. માનવામાં આવે છે કે મધ્ય કાશ્મીરના શ્રીનગર, બડગામ અને ગાંદરબાલ જિલ્લામાં જેશના અસ્તિત્વ નથી. પોલીસનુ માનવુ છે કે જેશ ફરીથી બેઠા થવા માટે કેટલાક કારણો છે. જે પૈકી કેટલાક કારણ દેખાતા છે. લશ્કરે તોયબા અને હિજબુલ મુજાહીદ્દીનને આંતરરાષ્ટ્રીય તપાસથી દુર રાખવાની પાકિસ્તાની ચાલ કારણરૂપ છે.
પાકિસ્તાની સ્થિત હેન્ડલર્સ દ્વારા વર્ષ ૨૦૧૭માં જ્યારે તોયબા અને હિજબુલના ત્રાસવાદીઓને સુરક્ષા દળોના હાથે શિકાર થતા જાયા ત્યારે ખીણમાં જેશના કેડરમાં નવા પ્રાણ ફુંકવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેનો ઇરાદો જેશના આત્મઘાતી બોમ્બરો તૈયાર કરવાનો રહ્યો છે. મોટા ત્રાસવાદી હુમલા મારફતે સુરક્ષા દળોને પાછળ ધકેલી દેવાના હેતુ સાથે મોટા હુમલા હવે કરવામાં આવી રહ્યા છે. તોયબા અને હિજબુલના ત્રાસવાદીઓને મોટી રાહત મળે તે હેતુસર હુમલા તીવ્ર કરવામાં આવ્યા છે. માત્ર જેશના ત્રાસવાદીઓ સિવાય અન્ય સંગઠનોના ત્રાસવાદીઓ પણ રહેલા છે.
બીજી બાજુ લશ્કરે તોયબા અને હિજબુલ મુજાહીદીનના મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ પણ હાલમાં સક્રિય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ત્રાસવાદીઓને સ્થાનિ કટ્ટરપંથીઓનો ટેકો પણ છે. આ સ્થાનિક લોકો ત્રાસવાદીઓને હમેંશા છુપાવી દેવામાં મદદ કરે છે. તેમના માટે અન્ય વિવિધ પ્રકારની સુવિધા કરે છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવામાં આવ્યા બાદ ભારે અફડાતફડી મચેલી છે. આ ઓપરેશનમાં સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જેમાં ટોપ લીડરો પણ સામેલ છે.