ક્રૂડ ઓઇલ કિંમત વધશે તો અર્થતંત્ર સામે અનેક પડકારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : ક્રૂડ ઓઇલની કિંમતમાં એકાએક તેજી આવવાના લીધે દેશની આર્થિક સ્થિતિને માઠી અસર થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી આવશે તો આનાથી વર્તમાન ખાતાકીય ખાધ વધી શકે છે. ફુગાવો અને રાજકોષીય ઘટાડો અથવા તો ફિસ્કલ ડેફિસિટના આંકડાને અસર થઇ શકે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ક્રૂડ ઓઇલની આયાત પર મોટાભાગે આધારિત રહે છે.

તે પોતાની જરૂરિયાત પૈકી ૮૦ ટકાથી વધુ ક્રૂડની આયાત કરે છે. આવી સ્થિતિમાં વૈશ્વિક સ્તર પર ક્રૂડની કિંમતમાં તેજીથી ભારતીય અર્થવ્યવસ્થાને ફટકો પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ક્રૂડ ઉપરાંત અન્ય કેટલાક પરિબળો પણ એવા છે જેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર થશે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૮ના ગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડની કિંમતમાં ૧૨ ટકાનો વધારો થયો છે. વર્ષના મધ્યમાં ક્રૂડની કિંમતોમાં વધારો થતાં માંગ પણ વધી રહી છે.

વૈશ્વિક વૃદ્ધિ દરમાં વધારો થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવેમ્બર ૨૦૧૮ના મધ્યથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. જા કે, ઉતારચઢાવની સ્થિતિ અકબંધ રહી છે. કેન્દ્રિય બેંકોના અર્થશાસ્ત્રીઓના રિપોર્ટમાં ક્રૂડ ઓઇલની કિંમત, ફુગાવાની સ્થિતિ અને વૈશ્વિક બજારની સ્થિતિને લઇને વાત કરવામાં આવી છે. ક્રૂડના ફટકાથી જીડીપીને અસર થઇ શકે છે. સૌથી ખરાબ સ્થિતિમાં જ્યારે ક્રૂડની કિંમત ૮૫ ડોલર પ્રતિબેરલ પહોંચે છે ત્યારે થાય છે. જા આવું થશે તો ક્રૂડના કારણે રાજકોષીય ખાધ અથવા ફિસ્કલ ડેફિસિટનો આંકડો ૧૦૬.૪ અબજ ડોલર સુધી પહોંચી શકે છે જે જીડીપીના ૩.૬૧ ટકા સુધી રહેશે.

Share This Article