મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અપનાવામાં આવેલા આશ્ચર્યજનક વલણના પરિણામ સ્વરુપે આજથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં રૂપિયો ડોલર સામે ૭૫ની સપાટી સુધી પહોંચી શકે છે. એકબાજુ અમેરિકામાં વ્યાજદર વધી રહ્યા છે. બીજી બાજુ ક્રૂડ ઓઇલની કિંમત સતત વધી રહી છે. આરબીઆઈએ પણ વ્યાજદર યથાવત રાખ્યા છે જેથી ભારતીય રૂપિયા ઉપર આગામી સપ્તાહમાં વધારે દબાણ આવી શકે છે.
ઇક્વિટી સેગ્મેન્ટમાંથી ફોરેન ફંડના જારી રહેલા પૈસા ઉપાડવાના પ્રવાહ છતાં વૈશ્વિક માર્કેટમાં ઉથલપાથલની અસર રૂપિયા ઉપર જાવા મળશે જેથી રૂપિયો ૭૫ની નીચી સપાટી સુધી પહોંચી શકે છે. આરબીઆઈ દ્વારા દરમિયાનગીરીની માંગણી કરવામાં આવી રહી છે. જા કે, આરબીઆઈએ વ્યાજદર યથાવત રાખીને તમામને ચોંકાવી દીધા છે. આરબીઆઈએ શુક્રવારના દિવસે અર્થશાસ્ત્રીઓની ગણતરીની બિલકુલ વિરુદ્ધમાં વ્યાજદરમાં કોઇ વધારો કર્યો ન હતો. તટસ્થ વલણ જાળવી રાખવામાં આવ્યું હતું.
આવી સ્થિતિમાં રૂપિયા ઉપર દબાણ આવશે. શુક્રવારના દિવસે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિબેરલ ૮૪ ડોલર સુધી રહી હતી. આરબીઆઈએ બજારને નિરાશ કરી દીધા છે. ક્રૂડ ઓઇલની કિંમત અવિરત વધી રહી છે. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી રહી છે. શોર્ટ ટર્મ રેંજ ૭૩.૨૦થી લઇને ૭૪.૮૦ વચ્ચે રહી શકે છે. મૂડીરોકાણની દ્રષ્ટિએ વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તાહમાં ૯૫૨૨.૪૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. પાંચમી ઓક્ટોબરના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જંગી નાણાં પાછા ખેંચવામાં આવ્યા હતા. રૂપિયા ઉપર સ્થાનિક અને સાથે સાથે બહારી પરિબળોની અસર જાવા મળી રહી છે. કેટલાક નિષ્ણાતો એમ પણ માની રહ્યા છે કે, રૂપિયો ૭૫ની નીચી સપાટીએ જશે.