ક્રોએશિયાએ આઇસલેંડને આપી 2-1થી મ્હાત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિફા વર્લ્ડકપ 2018માં દરેકની નજરો મેસ્સી અને રોનાલ્ડો ઉપર જ હતી. ફિફામાં મેસ્સી અને રોનાલ્ડો ઉપરથી દરેકની નજર હટાવીને પોતાના પર લાવનાર ટીમ ક્રોએશિયા  છે. મંગળવારે રમાયેલી ક્રોએશિયા અને આઇસલેંડ વચ્ચેની મેચમાં ક્રોએશિયાએ આઇસલેંડને 2-1થી હરાવ્યુ છે. પહેલા પણ ક્રોએશિયાએ આર્જેન્ટિના સાથેની મેચમાં 1-1ની બરાબરી પર રોકીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

આ મેચમાં આઇસલેંડ જીતે તેવી શક્યતા લાગતી હતી. તે માટે ક્રોએશિયાને હરાવવાની સાથે સાથે દુઆ પણ કરવાની રહેત કે બીજી તરફની મેચમાં આર્જેન્ટિના નાઇઝેરીયાને સામાન્ય અંતરથી હરાવી દે. આર્જેન્ટિના તો નાઇઝેરિયાને 2-1થી મ્હાત આપીને જીતી ગઇ, પરંતુ આઇસલેંડ ક્રોએશિયા સામે હારી ગઇ.

ક્રોએશિયાની ટીમ આ મેચમાં ડિફેન્સિવ રમી રહી હતી. આઇસલેંડે પણ ખુબ સારી રીતે સમવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તે ક્રોએશિયા સામે ના જીતી શક્યું. 2-1ના સ્કોર સાથે આઇસલેંડને હાર સ્વીકારવી પડી હતી. 31મી મિનીટે આઇસલેંડને ફ્રિ કિક મળી હતી. આ ફ્રિ કીકને ક્રોએશિયાના ગોલકિપરે રોકી લીધો હતો. હવે ક્રોએશિયા જીતી ગયુ છે અને આર્જેન્ટિના પણ જીતી ગયુ છે. આગળ ફિફામાં કોણ ક્યાં સુધી ટકે છે તે જોવુ રહ્યું.

Share This Article