નુપૂર શર્માની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે માફી માંગવાનું જણાવ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મોહંમદ પયંગબરની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે.  સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.

મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.   ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની વિરુદ્ધ દિલ્હી, કોલકાત્તા, બિહારથી લઈને પુણે સુધી અલગ અલગ કેસ નોંધાયા છે.

Share This Article