નવીદિલ્હી : લોકસભામાં આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર અભિનંદન માટે ઉભા થયા ત્યારે તેમણે વિપક્ષના દરેક આક્ષેપોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, વિપક્ષનું કામ માત્ર વિરોધ કરવાનું છે, મોદીની ટિકા કરવી જાઈ પરંતુ મોદી-ભાજપની ટિકા કરતા કરતા લોકો દેશની ટિકા કરવા લાગી જાય છે. આક્રમક અંદાજમાં મોદીએ કહ્યું હતું કે, આપણે તમામ લોકોએ દેશની ટિકા કરવી જાઇએ નહી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષ પર જારદાર પ્રહારો કર્યા હતા.
તેમણે દરેક આક્ષેપનો જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસે ૫૫ વર્ષ અને મોદી સરકારના ૫૫ મહિનાની વિકાસ સરખામણી કરી હતી. તેમણે મહાગઠબંધનના પ્રયાસો ને મહામિલાવટ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતુ કે, ૨૦૧૪માં ૩૦ વર્ષ બાદ દેશની જનતાએ પૂર્ણ બહુમતિની સરકાર આપી અને આજે દેશને અનુભવ થઇ ગયો કે, મિલાવટી સકકાર શું હોય છે અને પૂર્ણ બહુમતિની સરકારનું શું મહત્વ હોય છે. તેમણે કહ્યું હતું કે, મહામિલાવટની હાલત તમે કોલકાતામાં જાઈ પરંતુ કેરળમાં આ લોકો એક બીજાનું મોં પણ નથી જાઇ શકતા. ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, દેશમાં ૩૦ વર્ષ સુધી મિલાવટની સ્થિતિ જાવા મળી હતી. તેમણે કહ્યું હતું કે, હેલ્દી ડેમોક્રેસીવાળા હવે મહામિલાવટથી દૂર રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પડકારને પડકારવો એ દેશનો સ્વભાવ છે, પડકારને પડકારતાં અમારી સરકાર સામાન્ય માનવીની આશા અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સંસદના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે.
લોકસભામાં આજે રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર આગળની ચર્ચા થઇ રહી છે. વડાપ્રધાન મોદી આજે સદનમાં ચર્ચાનો જવાબ આપી શકે છે. રાજ્યસભામાં આજે પણ આ પ્રસ્તાવ પર આગળની ચર્ચા નહોતી થઇ શકી અને હોબાળાનાં કારણે સદનની કાર્યવાહીને આખા દિવસ માટે સ્થગીત કરવી પડી હતી. કાર્યવાહી મોડેથી ચાલુ થઇ હતી. ખેડૂતો મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ૧૦ વર્ષમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવામાફીનું ચક્ર બનાવ્યું છે. વર્ષ ૨૦૦૯માં જેટલા માટે દેવામાફીની જાહેરાત કરી, ત્યારે ખેડૂતોનું દેવુ ૬ લાખ કરોડ હતું અને તમે ૫૨ હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કર્યું. આમ છતા ગરીબ ખેડૂતોનું દેવુ માફ નથી થયું. તમે દેવામાફીના નામે ખેડૂતો સાથે મોટી મજાક કરી. અમારી સરકાર ખેડૂતોને સશક્ત કરવા માટે સાડા ચાર વર્ષમાં અનેક યોજનાઓ લઇને આવી છે. અમે ખેડૂતો સાથે જોડાયેલી ૯૯ યોજનાઓને ચાલુ કરવાનું કામ કર્યું છે. અમારી સરકાર ખેડૂતોને ૬ હજાર રૂપિયા દર વર્ષે આપનારી યોજના લઇને આવી છે અને તેનો ફાયદો ૧૨ કરોડ ખેડૂતોને મળશે. કોંગ્રેસની યોજનાઓ ૧-૨ કરોડ ખેડૂતો સુધી જ સીમિત હતી. રોજગાર અંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે, દેશમાં એરપોર્ટ, હાઇવે, માર્ગ બની રહ્યા છે.
શું તે કોઇને રોજગાર અવસર આપ્યા વગર બની ગયું હશે. તેમણે કહ્યું કે, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા યોજનાથી યુવાનોને સ્વરોજગાર મળે છે. આજે કોમન સર્વિક સેંટર્સનાં યુવાનોને રોજગાર આપવાનું કામ કર્યું છે. દેશના ભવિષ્યથી નવ યુવાનો સ્પષ્ટ રીતે જુડાયેલા છે. લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરીબોનું ભલું થવું જોઇએ. ચૂંટણી તો આવતી જતી રહેશે. તેમણે કહ્યું કે, અમે ગરીબોને મફત સારવાર આપી છે અને દવાઓને સસ્તી કરવામાં આવી છે. રોજ ૧૫ હજાર ગરીબોને આયુષમાન યોજનાનો લાભ થઇ રહ્યો છે. સવર્ણ અનામત અંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે સામાન્ય વર્ગને ગરીબોને અનામત આપવાનું કામ કર્યું છે અને દેશમાં ગરીબ યુવાનોનાં સપનાને સાકાર કરી રહ્યા છીએ. ગત્ત ૫૫ વર્ષમાં રોજગારનો કોઇ એજન્ડા નહોતો, અમે રોજગારનો એજન્ડા ગણાવ્યો છે. સામાજિક તણાવ દુર કરવાનું કામ અમારી સરકારે કર્યું છે. સંગઠિત ક્ષેત્રમાંમાત્ર ૧૦ ટકા રોજગાર, ૯૦ ટકા રોજગાર અસંગઠીત ક્ષેત્રથી જ આવે છે. તેમણે કહ્યું કે, ગત્ત ચાર વર્ષમાં ૬ લાખ ૩૫ હજાર પ્રોફેશનલ જોડાયા છે અને તેના કારણે નવા રોજગારનાં રસ્તાઓ ખુલ્યા છે. ૧૫ મહિનામાં ૧.૮ કરોડ લોકો ઈઁર્હ્લં સાથે જોડાયા છે. લોકસભામાં વડાપ્રધાને કહ્યું કે, તમે અહંકારથી તમારા ૪૦૦માંથી ૪૦ થઇ ગયા અને અમે સેવાભાવના કારણે ૨થી અહીં સત્તા પર આવીને બેસી ગયા. કોંગ્રેસને ભેળસેળવાળા વિશ્વમાં જીવવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ ડગલે પગલે તમારી નિષ્ફળતાઓ જોવા મળે છે. જો દેશની સમસ્યાઓથી મુક્ત થાય તો તમારી આ પરિસ્થિતી ન થઇ હોત. અમે ખેડૂતોને પાણી, ગામમાં વિજળી આપી છે અને આગળ પણ આમ જ કરતા રહીશું અને અમે ફરી સત્તામાં આવવાના છીએ. મોદીએ કહ્યું કે, દેશને લૂંટનારાઓને મોદી ડરાવીને જ જંપશે. દેશે મને આ જ કામ કરવા માટે પસંદ કર્યો છે. વિશ્વ આજે ભારતનું સાંભળે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે વિશ્વમાં ભારતની વાતનું વજન પડે છે, વિશ્વનાં દરેક નિર્ણય પહેલા ભારત વિશે ચર્ચા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, અમારા વિદેશમાં રહેનારા ભારતીય સમુદાયનાં આજે તમામ દળો માટે મુદ્દો બની ચુક્યા છે. કુંભને આજે વૈશ્વિક માન્યતા મળી ચુકી છે. વિશ્વનાં તમામ દેશોનાં પ્રતિનિધિ કુંભ મેળામાં આવી રહ્યા છે, અગાઉની સરકાર ભારતની આ શક્તિને નજર અંદાજ કરતી આવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક દળ પોતાની જાતને સર્વોચ્ચ માને છે અને તે જ કારણે તમામ સંસ્થાઓનું અપમાન કરીએ છીએ. તેમણે કહ્યું કે ઘણા લોકો સીબીઆઇ, કોર્ટ, સેના પ્રમુખ, તમામનું અપમાન કરે છે. મોદીએ કહ્યું કે, હું તો ગાંધીજીનું સપનું પુરુ કરી રહ્યો છું. કોંગ્રેસ મુક્ત ભારત અમારૂ સપનું નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સદનમાં મોંઘવારી મુદ્દે સત્યથી પરની વાતો થઇ. તેમણે કહ્યું કે, મોંઘવારી પર જે ગીત પ્રસિદ્ધ થયા ત્યારે બંન્ને વખતે કોંગ્રેસની સરકાર હતી. એક વખત ઇંદિરા ગાંધી સમયે અને બીજુ રિમોટ કંટ્રોલની સરકાર હતી. જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારે ત્યારે મોંઘવારી વધી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા પર પોતાનો હક માને છે. તેમણે કહ્યું કે, ૫૫ વર્ષ પર મારા ૫૫ મહિનાઓ ભારે પડી રહ્યા છે. સાડા ચાર વર્ષમાં ૧૦ કરોડથી વધારે શૌચાલયો બન્યા છે, દેશનાં ૧૦ કરોડ અમીરો માટે મે શૌચાલય બનાવવામાં આવ્યા છે, કારણ કે આ લોકો કહે છે કે મારી સરકાર અમીરો માટે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૫૫ મહિનામાં અમે ૧૩ કરોડ ગેસ કનેક્શન આપવાનું કામ કર્યું છે. ૧૮ હજાર ગામમાં વિજળી પહોંચવાનાં કારણે તમને સમસ્યા થાય છે, હવે ૧૦૦ કરોડ લોકોની પાસે બેંક ખાતા છે, જે કામ આઝાદીનાં ૨૦ વર્ષોમાં થવું જોઇતું હતું તે મારે પુર્ણ કરવું પડ્યું.