નવીદિલ્હી : આમ આદમી પાર્ટીએ આજે દાવો કર્યો હતો કે, પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના ઉમેદવાર ગૌત્તમ ગંભીરના નામે બે વખત નોંધણી થયેલી છે. બે વોટર આઈડી રાખવાનો તેના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ગૌત્તમ ગંભીરની સામે આ મામલામાં તીસહજારી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં મામલાની સુનાવણીની તારીખ પહેલી મે રાખવામાં આવી છે. પૂર્વીય દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ કહ્યું છે કે, આ અપરાધિક મામલો છે. ગંભીરને તાત્કાલિક ધોરણે અયોગ્ય જાહેર કરવામાં આવે તે જરૂરી છે. ગંભીરની સામે તીસહજારી કોર્ટમાં અપરાધિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બે વોટર આઈડી કાર્ડ રાખવાનો તેમના ઉપર આક્ષેપ કરાયો છે.
રોજિંદી વપરાશની 900થી વધુ દવાઓના ભાવમાં થયો વધારો
નવી દિલ્હી : નાણાકીય વર્ષના પહેલા દિવસે જ 900થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ...
Read more