રાજસ્થાનના અલવર ગેંગ રેપને લઇને દેશભરમાં હાલમાં ભારે હોબાળો મચેલો છે. રાજકીય પક્ષો પણ આ મામલાને લઇને મેદામાં ઉતરી ગયા છે. સમગ્ર મામલાને રાજકીય રંગ આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી હવે રાજસ્થાન સરકાર અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી છે. જો કે આ પહેલો એવો બનાવ નથી જેના કારણે દેશના લોકો હચમચી ઉઠ્યા છે. આ પ્રકારના બનાવો સતત બનતા રહે છે. આવા બનાવો બનવા પાછળ કેટલાક ચોક્કસ કારણ છે. એક કારણતો એ છે કે આવા નરાધમોને કોઇ પણ પ્રકારનો ભય નથી. કારણ કે વિતેલા વર્ષોમાં જે પણ બનાવ બન્યા છે તેમાં અપરાધી હજુ પણ પુરતી સજા પામ્યા નથી. સાથે સાથે સુરક્ષાનો અભાવ દેખાઇ આવે છે.
લોકો દ્વારા એકબીજાની મદદ ન કરવાની બાબત પણ આવા બનાવોને વધારે છે. છેલ્લા બે દશકના ગાળામાં દુષ્કર્મ કરનાર નાની વયના યુવાનોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી ચિંતાજનક રીતે વધારો થયો છે. આની પાછળ કેટલાક કારણો તો બિલકુલ દેખીતા છે. પ્રત્યક્ષ રીતે ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ અશ્લીલ સાઇટ્સ સરળ રીતે જોઇ શકાય છે. આના દુષણના કારણે આ બનાવો વધી રહ્યા છે. અલબત્ત સરકારે અશ્લીલ સાઇટ્સ અથવા તો પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મુકવા માટે અને તેને નિયંત્રિત કરવા માટે તમામ પગલા લીધા હોવા છતાં તેની અસરકારકતા ઘટી રહી નથી. આની પાછળ પણ આ સાઇટ્સને લઇને યુવાનો ખેંચાઇ રહ્યા હોવાના કારણને જાઇ શકાય છે. કોમ્પ્યુટર અને મોબાઇલ પર ઇન્ટરનેટ ગેમ રમવાની બાબત બાળકોને નુકસાન કરી રહી છે. બાળકો પણ મોટી વયના લોકોની જેમ જ ઇન્ટરનેટ તરફ કેન્દ્રિત થઇ રહ્યા છે. ક્યા ક્યા પ્રકારની સામગ્રી જાવામાં આવી રહી છે.
આના પર ખુબ ઓછા લોકોનુ ધ્યાન કેન્દ્રિત થાય છે. આના કારણે બાળકોના શિક્ષણને માઠી અસર થઇ રહી છે. સાથે સાથે બાળકોની માનસિક સ્થિતી પણ ખરાબ થઇ રહી છે. કેટલાક કેસોમાં તો તેમને પુન વસવાટ કેન્દ્રોમાં પણ મોકલી દેવામાં આવે છે. થોડાક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સ્વાગતરૂપ પહેલ કરીને અશ્લીલ સાઇટ્સ ધરાવતી સંસ્થાઓ પર કાર્યવાહી કરી હતી. સાથે સાથે અશ્લીલ સામગ્રી પિરસતી ૮૦૦ સાઇટ્સ પર પ્રતિબંધ લાદી દીધા હતા. આ સાઇટ્સને બંધ કરવાના આદેશ જારી કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં કોર્ટે અશ્લીલ સાઇટ્સ બંધ કરવાના સંબંધમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરી હતી. એ વખતે સરકારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુકવા માટેની સહમતિ દર્શાવી હતી.
પરંતુ સિવિલ લિબર્ટિજ અને તમામ સંગઠનોએ એમ કહીને આની સામે વાંધો ઉઠાવ્યોહતો કે કોઇ વ્યક્તિને એકાંતમાં કોઇ પોર્નોગ્રાફી ફિલ્મ જાવાથી કેમ રોકી શકાય છે. પરંતુ આ માત્ર વ્યક્તિ સ્વતંત્રતાનો પ્રશ્ન નથી. શુ ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર વ્યક્તિને મર્યાદિત કરી શકાય છે. વર્તમાન સમયમાં આવી કોઇ વ્યવસ્થા નથી જેના કારણે કોઇ નિયંત્રિત ચીજો પુખ્તવયના લોકો સુધી મર્યાદિત રહે. બાળકો ક્લીક કરે ત્યારે આવી કોઇ સાઇટ્સ ન ખુલી જાય. આવી સ્થિતીમાં અશ્લીલ સાઇટ્સોને ચલાવવા માટેની બાબત કેટલી વાજબી છે. ચોક્કસપણે બાળકો સુધી આની ઉપલબ્ધતા ખતરનાક છે. સાથે સાથે વિકૃતિ સમાન છે. અમને આ બાબતને તાર્કિદની રીતે સમજી લેવાની જરૂર છે. અમારા દિમાગની બનાવટ એવા પ્રકારની છે કે જે ચીજો વ્યક્તિ વારંવાર જુએ છે અને નિહાળે છે, વાંચે છે તેની અસર તેના પર થાય છે.