અમદાવાદ : નાઇઝીરીયન આરોપીઓ સ્ટુડન્ટ વિઝા તેમજ ટુરીસ્ટ વિઝા પર ભારત આવીને મુંબઇ ખાતે મકાન ભાડે રહેતા હતા. તેઓ ભારતના સ્થાનિક નાગરિકોને નાણાં આપવાની લાલચ આપી તેઓના અલગ-અલગ બેંકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા. આરોપીએ તેજસ શાહના હેક કરેલા મુળ ખાતામાંથી ઓનલાઇન બનાવેલા ડમી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
ત્યારબાદ આ નાણાં આરોપીઓ દ્રારા વિવિધ બિટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતા ત્યારબાદ આ બિટકોઇન અન્ય બિટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરી વિદેશ મોકલવામાં આવતા હતા. મુખ્ય આરોપી ભોગ બનનારના નામે વિવિધ બેંકોમાં ઓનલાઇન ડમી એકાઉન્ટ ખોલતો હતો.પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના ૧૧ અને ભારતના અલગ-અલગ રાજ્યોના કુલ્લે ૪૭૨૭ નાગરિકો સાથે ૧ કરોડથી વધુની છેતરપિંડી કરી છે. જેમાં ૫૬ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયા છે., પોલીસે હવે સમગ્ર કૌભાંડ મામલે ઝીણવટભરી તપાસ આરંભી છે.