માઈક્રોફાઈનાન્સ લેન્ડિંગ વોલ્યુમ XIX માર્ચ 2022 પર સીઆરઆઈએફ માઈક્રોલેન્ડ ત્રિમાસિક પ્રકાશન
ભારતના અવ્વલ ક્રેડિટ બ્યુરોમાંથી એક સીઆરઆઈએફ હાઈ માર્ક દ્વારા ભારતમાં માઈક્રો- લેન્ડિંગ ઉદ્યોગના દ્રષ્ટિબિંદુ સાથેનું ત્રિમાસિક પ્રકાશન સીઆરઆઈએફ માઈક્રોલેન્ડ વોલ્યુમ XIX-માર્ચ 2022ની ઓગણીસમી આવૃત્તિની ઘોષણા કરવામાં આવી છે. વર્તમાન આવૃત્તિ માર્ચ 2022ના રોજ માઈક્રો- લેન્ડિંગ પોર્ટફોલિયો પર ઈનસાઈટ્સ પૂરી પાડે છે.
અહેવાલની મુખ્ય રૂપરેખા
- નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં માઈક્રોફાઈનાન્સ બુકમાં 8.6 ટકાની ત્રિમાસિક દર ત્રિમાસિક અને માર્ચ 2022ના રોજ 10.2 ટકાની વર્ષ દર વર્ષ વૃદ્ધિ.
- બેન્કોએ માર્ચ 2022ના રોજ 37.7 ટકા, એનબીએફસી એમએફઆઈ 33.3 ટકા અને એસએફબી 17.1 ટકાના પોર્ટફોલિયોના હિસ્સા સાથે બજારમાં વર્ચસ જમાવવાનું ચાલુ રાખ્યું છે.
- પીએઆર 30+ ડીપીડીમાં ડિસે. 2021ના 9.2 ટકા પરથી સુધારણા થઈને માર્ચ 2022ના 6 ટકા પર પહોંચ્યો છે. આ જ સમયગાળામાં પીએઆર 90+ ડીપીડી 3.7 ટકા પરથી સુધરીને 2.7 ટકા થયો છે.
- ટોચનાં 10 રાજ્યોનું રાષ્ટ્રીય જીએલપીમાં 83.4 ટકાનું યોગદાન છે, જેમાં બિહારે માર્ચ 2022ના રોજ 16.6 ટકાની સર્વોચ્ચ ત્રિમાસિક દર ત્રિમાસિક વૃદ્ધિ નોંધાવી છે.
- 2022ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 77.4K ઉદભવ (મૂલ્ય દ્વારા) અને 191.2 લાખ ઉદભવ (વોલ્યુમ દ્વારા).
- માર્ચ 2022ના રોજ અકાઉન્ટ દીઠ સરેરાશ બેલેન્સમાં 4.8 ટકાની અને અજોડ ગ્રાહક દીઠ સરેરાશ બેલેન્સમાં 5.4 ટકાની ત્રિમાસિક વૃદ્ધિ.
- નવે. 21થી માર્ચ 22 સુધી ન્યૂ ટુ ક્રેડિટ (એનટીસી) પૂછપરછ 16-22 ટકાની શ્રેણીમાં રહી છે.
ભૌગોલિક નજરઃ
- ટોચનાં 10 રાજ્યનું માર્ચ 2022ના રોજ જીએલપીના 83.4 ટકાનું યોગદાન.
- માર્ચ 2022ના રોજ બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાને અનુક્રમે 16.6 ટકા, 16.4 ટકા અન 11.3 ટકાની ત્રિમાસિક દર ત્રિમાસિક સર્વોચ્ચ વૃદ્ધિ નોંધાવી.
- માર્ચ 2022ના રોજ ટોચનાં રાજ્યો પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ માટે અજોડ ઋણદાર દીઠ સરેરાશ બેનેન્સ રૂ. 51.5K અને રૂ. 48.2K રહી છે.
- માર્ચ 2022ના રોજ માઈક્રોફાઈનાન્સ સેક્ટરે પૂર્વીય પ્રદેશ (33.1 ટકા) પછી દક્ષિણ (26.1 ટકા) સાથે વર્ચન જમાવ્યું છે.
- 44.3 ટકાનો બેન્કનો પોર્ટફોલિયો પૂર્વીય પ્રદેશમાં એકાગ્ર છે. એનબીએફસી એમએફઆઈ પૂર્વ અને દક્ષિણમાં 27.5 ટકા હિસ્સો ધરાવે છે. એએફબી દક્ષિણમાં 36.7 ટકાની એકાગ્રતા ધરાવે છે.
જોખમભૂખ- ભૌગોલિક ઊંડાણ
- પીએઆર 30+ ડીપીડી ડિસે. 21ની તુલનામાં સર્વ ટોચનાં 10 રાજ્યમાં માર્ચ 2022ના રોજ ઘટ્યું છે.
- પીએઆર 30+ ડીપીડી માર્ચ 2022ના રોજ તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ સિવાય બધાં ટોચનાં 10 રાજ્યમાં એકંદર ઉદ્યોગ (6 ટકા)થી ઓછું રહ્યું છે.
- પીએઆર 90+ DPD માર્ચ 2022ના રોજ કેરળ સિવાય બધાં ટોચનાં 10 રાજ્યમાં ત્રિમાસિક દર ત્રિમાસિક ઓછું થયું છે.
- પીએઆર 180+ ડીપીપી ઓડિશા અને રાજસ્થાન સિવાય માર્ચ 2022ના રોજ સર્વ ટોચનાં 10 રાજ્યમાં ત્રિમાસિક દર ત્રિમાસિક ઓછું થયું છે.
***