અગ્રણી ભારતીય ક્રેડિટ બ્યૂરો CRIF હાઇ માર્કએ MSME દિન 2022ની આસપાસ MSME લોન્સ અંગેનો એક ડેટા જારી કર્યો હતો. આ અહેવાલ MSME ધિરાણમાં FY20-FY22 દરમિયાન એકંદરે પ્રવાહ પર ભાર મુકે છે. મહત્ત્વના ડેટા પોઇન્સમાં સક્રિય MSME લોન્સ, પોર્ટફોલિયો આઉટસ્ટેન્ડિંગ, ડીસ્બર્સમેન્ટ્સ, માર્કેટ હિસ્સો અને દરેક પ્રોડક્ટસ, ધિરાણ પ્રકાર અને ભૌગોલિક વિસ્તારમાં મૂલ્ય અને વોલ્યુમનો સમાવેશ કરે છે.
સંશોધન અહેવાલ મુજબ, માર્ચ 2022 સુધીમાં, MSME ઉદ્યોગનો પોર્ટફોલિયો બાકી રૂ. 22.7 લાખ કરોડના સ્તરે હતો, જે માર્ચ 2020ની સરખામણીએ 36%નો વધારો અને 21 માર્ચની સરખામણીએ 18%નો વધારો દર્શાવે છે. માર્ચ 2022 સુધીમાં, MSME સેક્ટર રૂ. 137.4 લાખ સક્રિય લોન હતી, જે માર્ચ 2021થી 7%નો વધારો અને માર્ચ 2020થી 43%નો વધારો દર્શાવે છે. PAR 91-180 DPD માર્ચ 2021 સુધીમાં 1.6%થી 22 માર્ચ સુધીમાં સુધરીને 1.3% થઇ હતી. PAR 181-360 DPD 0.3% પર સ્થિર રહી હતી. માર્ચ 2022 સુધીમાં, PAR 360+ DPD 2.2% પર હતો, જે માર્ચ 2021 સુધીમાં 2.5 ટકાથી સુધરી રહ્યો છે.
CRIF હાઈ માર્કના MD અને CEO નવીન ચંદાનીએ જણાવ્યું હતું કે, “MSME એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને અમારા ડેટાનો ઉદ્દેશ્ય આ સેગમેન્ટ માટે ઉભરી રહેલા મુખ્ય ધિરાણ પ્રવાહોની તપાસ કરવાનો છે, કારણ કે અમે MSME દિન 2022ની ઉજવણી કરીએ છીએ. હકીકત એ છે કે MSMEsને આપવામાં આવેલી કુલ લોન રોગચાળા પૂર્વેના તુલનામાં લગભગ 50%નો વધારો થયો છે તે સ્પષ્ટ સંકેત છે કે ધિરાણ આપનાર સમુદાય આ ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા અને પુનઃવૃદ્ધિને સક્રિયપણે સમર્થન આપી રહ્યો છે. અમે નાના વ્યવસાયો માટે ધિરાણની વ્યવસ્થાને લાભ આપવા માટે સમૃદ્ધ ડેટા અને આંતરદૃષ્ટિ પ્રકાશિત કરવાનું ચાલુ રાખીશું.”
કુલ ઓરિજીનેશન્સ
FY22માં રૂ.3,729 હજાર કરોડ જેટલી રકમ મંજૂર કરાઇ હતી, જે FY21 કરતાં આશરે 5% અને FY20 ની સરખામણીમાં 182% નો વધારો છે. 51.5 લાખ ખાતાઓમાં, FY22માં મંજૂર કરાયેલ કુલ લોન FY20 ની સરખામણીમાં 47%નો વધારો દર્શાવે છે. FY20માં રૂ. 37.7 લાખથી FY 21-22માં રૂ. 72.4 લાખને જોતા જણાય છે કે MSME લોનનું સરેરાશ ટિકિટ કદ 92% વધ્યુ છે.
MSME કરજદારના સેગમેન્ટ્સના કરજદાર સેગમેન્ટનો નાણાકીય વર્ષ 22માં ઓરિજીનેશન્સ મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ બજાર હિસ્સો 28.5% હતો, જ્યારે મુદ્રા સેગમેન્ટ FY22માં 26.2% હિસ્સો ધરાવતુ હતું, ત્યાર બાદ માઇક્રો સેગમેન્ટ 21.2% હિસ્સો ધરાવતુ હતું.
ધિરાણકર્તાના પ્રકારો
પ્રાઇવેટ બેંકોના ઓરિજિનેશન વેલ્યુ દ્વારાનો બજાર હિસ્સો FY20માં 33.6% થી FY22માં નોંધપાત્ર રીતે વધીને 69.8% થયો છે. તેમનો હિસ્સો FY20માં 26.9%થી વધીને FY22માં 33.5% થયો છે. FY20થી FY22 સુધી ખાનગી બેંકોની સરેરાશ ટિકિટના કદમાં રૂ. 47.1 લાખથી રૂ. 150.5 લાખ સુધીનો વધારો થયો તેને માટે આ કારણભૂત છે. આ સમયગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકો અને NBFCનો બજાર હિસ્સો ઘટ્યો હતો. FY22માં જાહેર ક્ષેત્રની બેંકો માટે સરેરાશ ટિકિટનું કદ રૂ. 28.6 લાખ છે, NBFC માટે તે રૂ. 32.1 લાખ છે, વિદેશી બેન્કો માટે તે રૂ. 502.6 લાખ છે અને અન્ય માટે ધિરાણકર્તાના પ્રકારો માટે તે રૂ.26.1 લાખ છે.
ભૌગોલિક કામગીરીની દ્રષ્ટિએ
ભૌગોલિક રીતે, ટોચના 10 રાજ્યો FY22માં ઓરિજીનેશન્સ મૂલ્યના 90% હિસ્સો ધરાવે છે. ટોચના 3 રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી, નાણાકીય વર્ષ 22માં કુલ ઓરિજીનેશન્સ મૂલ્યનો 64% હિસ્સો ધરાવે છે. ઓરિજીનેશન્સ વોલ્યુમ અનુસાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ ટોચના 3 રાજ્યો છે અને નાણાકીય વર્ષ 22માં રૂ. 256.5 લાખની સરેરાશ ટિકિટ કદ સાથે, મહારાષ્ટ્ર સૌથી મોટો MSME લોન પોર્ટફોલિયો ધરાવે છે. માર્ચ 2022 સુધીમાં, ટોચના 10 રાજ્યોમાં, PAR 91-180 એ હરિયાણા માટે સૌથી ઓછું 0.6% છે, જ્યારે PAR 180+ ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન માટે ઓછામાં ઓછું 1.7% છે.
FY 22માં કુલ ઓરિજીનેશન્સ મૂલ્યના 75% ટોચના 25 જિલ્લાઓમાંથી આવ્યા હતા. ટોચના 5 જિલ્લાઓમાં મુંબઈ, મુંબઈ ઉપનગર, ચેન્નાઈ, કોલકાતા અને બેંગલુરુ છે, જે FY 22માં કુલ ઓરિજીનેશન્સ મૂલ્યના લગભગ 56% હિસ્સો ધરાવતા હતા. FY 22માં ઓરિજીનેશન્સ વોલ્યુમ અનુસાર, ટોચના 5 જિલ્લા બેંગલુરુ, મુંબઈ, પુણે, અમદાવાદ અને લખનૌ હતા. માર્ચ 2022 સુધીમાં, ટોચના 25 જિલ્લાઓમાં, ગુરુગ્રામ જિલ્લા માટે PAR 91-180 સૌથી ઓછું 0.5% છે, જ્યારે PAR 180+ અમદાવાદ જિલ્લા માટે સૌથી ઓછું 1.5% છે.