દૂધની ચોરી કરી ફરાર થઈ ગયેલા ક્રિકેટર મહોમ્મદ કેફને પોલીસે ઝડપી પાડ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડોદરાનાં અલકાપુરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસ થી દૂધ ચોરીના બનાવો બનતા હતા.ત્યારે નજીકમાં લાગેલા સીસીટીવી ચેક કરતા એક યુવક પોતાના વાહન પર દૂધની થેલીઓ લઈને ફરાર થતો નજરે ચડ્યો હતો.ચ્હાની કીટલી ધારકે સમગ્ર મામલે પોલીસ ને જાણ કરતા ગોત્રી પોલીસ દૂધ પર દાનત બગાડનાર યુવક ને શોધવા કામે લાગી હતી.ગોત્રી પોલીસ દ્વારા યુવક એ દૂધ ચોરીમાં વાપરેલા વાહનની નંબર પ્લેટના આધારે તપાસ કરતા આ વાહન માંડવી વિસ્તારના મહોમ્મદ કેફ રફીક ભાઈ દરબારનું હોવાનું સામે આવ્યું હતું. ગોત્રી પોલીસે મહોમ્મદ કેફની કડકાઈથી પૂછપરછ કરતા તે ગલીનો ક્રિકેટર હોવાનું સામે આવ્યું હતું. મહોમ્મદ કેફે પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીનો માર્ગ અપનાવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી ગોત્રી પોલીસે મહોમ્મદ કેફ ની ધરપકડ કરી તેની પાસેથી ચોરી નું દૂધ વેચી ને કમાણી કરેલી રોકડ રકમ તેમજ ચોરી માં વપરાયેલું એક્ટિવા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article