ચેન્નાઇ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચ હજુ સુધીની સૌથી રોમાંચક ટ્વેન્ટી-૨૦ મેચ બની શકે છે.મેચની સાથે સાથે નીચે મુજબ છે.
- ચેન્નાઇમાં આવતીકાલે ચેન્નાઇ સુપર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રોમાંચક મેચ રમાશે.
- ઘરઆંગણે ચેન્નાઇ સુપર હોટ ફેવરિટ ટીમ તરીકે ઉતરશે.
- ક્રિસ ગેઇલ ઉપર તમામ ક્રિકેટ ચાહકોની નજર રહેશે.
- ક્રિસ ગેઇલ હજુ સુધીની તમામ મેચોમાં છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી ચુક્યો છે.
- અશ્વિનના નેતૃત્વમાં ટીમ જીતના સિલસિલાને આગળ વધારવા માટે ઉત્સુક.
- ચેન્નાઇ સુપર અને પંજાબે હજુ સુધી ચાર મેચો પૈકીની ત્રણ ત્રણ મેચો જીતી છે જેથી બંને ટીમો એકબીજાથી આગળ નિકળવા પ્રયાસ કરનાર છે.
- મેચનું બપોરે ચાર વાગ્યાથી જીવંત પ્રસારણ કરાશે.