પહેલા કરતા વધારે મજબુતી સાથે અને વધારે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલી મોદી સરકાર પોતાના કામ અને અંદાજમાં આ ગાળા દરમિયાન પૂર્ણ રીતે નિર્ણાયક નજરે પડી રહી છે. પોતાના વૈચારિક એજન્ડામાં જેટલા કરી શકવાના કામ અટવાયેલા હતા તે કામોને વહેલી તકે પૂર્ણ પણ કરી દેવામાં આવ્યા છે. સરકાર જે ગતિથી આગળ વધી રહી છે તે જોતા દેશ માટે આગામી દિવસો ખુબ સારા રહી શકે છે. આ વખતે સરકારને વિરોધની બિલકુલ ચિંતા દેખાઇ રહી નથી. આના બદલામાં હવે તો વિરોધીઓ જ પોતાની સ્થિતીને લઇને ચિંતાતુર દેખાઇ રહ્યા છે. વાસ્તવમાં જનતાના મનને જાણવામાં આવે તો અને સાથે સાથે પ્રભાવને પણ જાવામાં આવે તો કાશ્મીરના મામલે લેવામાં આવેલા નિર્ણયને સૌથી સાહસી અને ઐતિહાસિક ગણવામાં આવી શકે છે. આ નિર્ણયને દિવસો, મહિનાઓ, વર્ષો અને દશકોના સૌથી મોટા નિર્ણય પૈકી એક તરીકે ગણવામાં આવે છે. આ વિષય પર મોદી સરકારને એવો ટેકો મળ્યો છે કે વિપક્ષી પાર્ટીઓ પણ મોદી સરકારનો વિરોધ કરવાની હિમ્મત કરી શકતી નથી. અગાઉની અવધિમાં મોદી સરકારે કેટલાક કઠોર નિર્ણય કર્યા હતા. જેમાં સરકારે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણય કર્યા હતા.જો કે આવા નિર્ણય પર કેન્દ્ર સરકારની પ્રશંસા થઇ ન હતી. કોઇ પણ કઇ અંદાજ લગાવે તે પહેલા જ મોદી સરકારે નવી અવધિમાં આવતાની સાથે જ કલમ ૩૭૦ અને કલમ ૩૫ એ ને દુર કરી દીધી છે. સાથે સાથે રાજ્યને બે હિંસામાં વિભાજિત કરવાનો મોટો નિર્ણય કરી લીધો છે.
જો કે આ પણ કડવી વાસ્તવિકતા છે કે આવનાર દિવસો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને સામાન્ય બનાવવા માટેની રહેનાર છે. ત્રિપલ તલાકને લઇને પણ સરકારે આવુ જ કામ કર્યુ છે. વિરોધી સભ્યો ખુલીને વિરોધ કરવાની સ્થિતીમાં નથી. આવી જ રીતે વિપક્ષના નેતા સંસદમાં કહેતા રહ્યા હતા કે અમને તો ત્રાસવાદી જાહેર કરવામાં નહીં આવેને. સરકારે આતંકવાદી સંસ્થાઓની સાથે સાથે વ્યક્તિઓ પર પ્રતિબંધ મુકવા માટે કાયદામાં સુધારા કર્યા છે. કાયદામાં માત્ર સુધારા કર્યા નથી. કાનુન બનાવીને તેને અમલી કરીને ત્રાસવાદીઓ સામે સકંજા મજબુત પણ કરવામાં આવ્યો છે. આ ૧૦૦ દિવસોના ગાળામાં સરકારે સંસદમાં બિલ પસાર કરવાના પણ કેટલાક રેકોર્ડ સ્થાપિત કરી દીધા છે. મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે નવા પંચની રચના પણ કરી દીધી છે. સાથે સાથે ઉપભોક્તા અધિકારોના સંરક્ષણના બિલ, તેના પ્રભાવ ખુબ વ્યપાક રહેનાર છે.
છેલ્લી અવધિ વેળા સ્વચ્છતા જેવા મુદ્દા પર અભિયાન ચલાવી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પોતાના ૧૦૦ દિવસના ગાળામાં ફિટ ઇન્ડિયા આંદોલન શરૂ કરી ચુક્યા છે. સાથે સાથે પરિવાર નિયોજનની બાબતને સરકારે પ્રાથમિકતાની યાદીમાં સામેલ કરવાની પણ વાત કરી છે. પોતાના ૧૦૦ દિવસના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સંબંધોને લઇને ખુબ સક્રિય રહ્યા છે. આ જ ગાળા દરમિયાન રશિયા અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ સાથે વાતચીત કરી છે. સાત દેશોની યાત્રા કરી ચુક્યા છે. જી-૭૦ સમ્મેલન્થી લઇને જી-સાત સુધી કાર્યક્રમમાં ભાગ લેતા નજરે પડ્યા છે. પરંતુ એક મોરચા પર હજુ પૂર્ણ સફળતા મળી રહી નથી. મોદી સરકાર અલબત્ત એક મોરચા પર કેટલાક મામલે પાછળ રહી છે.
અર્થવ્યવસ્થાના મોરચા પર સરકાર કેટલાક પ્રમાણમાં ઉદાસીન દેખાઇ રહી છે. પહેલાની અવધિને પણ સામેલ કરી લેવામાં આવે તો કેટલાક મોરચે નિષ્ફળતા નજરે પડે છે. છેલ્લી અવધિને પણ ધ્યાનમાં લઇ લેવામાં આવે તો આ પ્રથમ વખત આવ્યુ બન્યુ છે જ્યારે જીડીપીનો આંકડો પાંચ ટકાથી નીચે પહોંચી ગયો છે. જો કે સારી બાબત એ છે કે કેન્દ્ર સરકારે કેટલાક પોતાના બજેટ નિર્ણયોને પણ વહેલી તકે બદલી નાંખ્યા છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો માટે સરચાર્જ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉતાવળમાં બેંકોને પણ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. બેંકો માટે મોટા મર્જરની જાહેરાત કરવામાં આવી છે. જા કે સામાન્ય લોકોનો વિશ્વાસ હજુ સુધી અકબંધ રહ્યો છે.