વેબ સિરિઝનો ક્રેઝ કેમ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વેબસિરિઝમની લોકપ્રિયતાનુ કારણ વધારે પડતા સેક્સ સિન અને વધારે પડતી હિંસા તો છે. સાથે સાથે વેબસિરિઝની લોકપ્રિયતા માટે અન્ય કારણ પણ છે. એક કારણ જે ઉભરીને આવે છે તે એ છે કે કોઇ વાર્તાના અનેક પાસાઓને દર્શાવવામાં આવે છે. આને દર્શાવવા માટે અનેક એપિસોડ તૈયાર કરવામાં આવે છે. આ ધારણા છેલ્લા કેટલાક દશકોમાં બની છે કે વાર્તા નાની હોવી જાઇએ. જેથી ફિલ્મો પણ હવે દોઢ બે  કલાકની હોય છે. પરંતુ કોઇ એક વાર્તામાં કેટલાક પ્રકારના તત્વો હોય છે અનેક વળાંક હોય છે. જેથી તેને એક કરતા વધારે એપિસોડમાં દર્શાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ તમામ વળાંકને દર્શાવવા માટે આઠ અથવા તો દસ કલાક અથવા તો તેના કરતા પણ વધારે સમય લાગી જાય છે.

આ તમામ બાબતો ફિલ્મોમાં શક્ય નથી પરંતુ એપિસોડ મારફતે તેને સારી રીતે રજૂ કરી શકાય છે. ટેલિવિઝન સિરિયલ હવે એટલા બોરિંગ બની ગયા છે કે તેમને જાવા માટે હવે ધૈર્ય નથી. હવે મોબાઇલની ટેકનિકે કેટલીક બાબતોને સરળ બનાવી દીધી છે. તમે ટ્રેનમાં મુસાફરી કરતી વેળા અથવા તો વિમાનમાં બેઠા બેઠા પણ કોઇ વેબસિરિઝ સરળતાથી જોઇ શકાય છે.

એટલુ જ નહીં ગ્રામીણ વિસ્તારમાં પણ કામના સમય વેબ સિરિઝ માટે સમય કાઢી શકાય છે. વેબ સિરિઝ માટે ગ્રામીણ વિસ્તારમાં પણ સમય કાઢી લે છે. આ રીતે વેબસિરિઝે મનોરંજનને એક વધારે રોમાંચક બનાવવામાં ભૂમિકા અદા કરી છે. મનોરંજનની જરૂરિયાત તમામની હોય છે. જેથી વેબસિરિઝના મહત્વને પણ નકારી શકાય તેમ નથી.

Share This Article