નવરાત્રીના ગાળા દરમિયાન માતાના મંદિરોમાં શ્રદ્ધાળુઓ વધારે સંખ્યામાં પહોંચે છે. જેમાં ગુજરાતના ધાર્મિક સ્થળ અંબાજીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ગાળા દરમિયાન જમ્મુ સ્થિત માતા વૈષ્ણોદેવી દર્શનનો ક્રેઝ વધી જાય છે. જો તમે જમ્મુમાં સ્થિત માતા વૈષ્ણોદેવીના દર્શન માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમય સૌથી સારો રહેલો છે. આવુ એટલા માટે અમે કહી રહ્યા છીએ કે આઇઆરસીટીસી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન નવા પેકેજને લઇને આવતા તેની ચર્ચા છે. જેના ભાગરૂપે માત્ર ત્રણ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચમાં શાનદાર ટુર પેકેજની વાત કરવામાં આવી છે.
જેમાં આવવા અને જવા માટેની યાત્રાની સાથે સાથે હોટેલમાં રોકવવા માટેનો ખર્ચ સામેલ છે. આ તૈયાર કરવામાં આવેલા ટુર પેકેજનુ નામ માતા વૈષ્ણૌદેવી ફુલ ડે દર્શન પેકેજ છે. જેની શરૂઆત દેશના પાટનગર દિલ્હીથી થઇ રહી છે. આ ટુર પેકેજ બે રાત્રી અને ત્રણ દિવસ માટે છે. જેની શરૂઆત ૨૯મી સપ્ટેમ્બરના દિવસથી થઇ રહી છે. આ પેકેજમાં યાત્રી શ્રી શક્તિ એક્સપ્રેસ ટ્રેન મારફતે દિલ્હીથી કટરા રેલવે સ્ટેશન સુધીની સફર કરી શકો છો. આ ટુર પેકેજમાં થ્રી એસીમાં ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. આઇઆરસીટીસી કટરા ગેસ્ટ હાઉસ અથવા તો તેની સાથે સંબંધિત કોઇ હોટેલની વ્યવસ્થા કરનાર છે. ટુરના ખર્ચની વાત કરવામાં આવે તો તેમાં બાળક અને મોટા તમામ માટે એક સમાન ચાર્જ છે. તેની કિંમત પ્રતિ વ્યક્તિ ૩૩૬૫ રૂપિયા છે.
કાર્યક્રમની વાત કરવામાં આવે તો આ ટ્રેન સાંજે ૫-૩૦ વાગેથી દિલ્હીથી રવાના થશે. આ શક્તિ ટ્રેન બીજા દિવસે સવારે પાંચ વાગે કટરા રેલવે સ્ટેશન પર પહોંચી જશે. અહીં ગેસ્ હાઉસમાં મો હાથ ધોઇને બ્રેક ફાસ્ટ બાદ આપને બાણગંગા સુધી છોડી દેવામાં આવનાર છે. ત્યારબાદ ફરી બાણગંગાથી પિક અપ દર્શન બાદ કરી લેવામાં આવનાર છે. સાંજે રિલેક્સ કરવા માટે રહેશે. રાત્રે ૧૦.૧૫ વાગે ગેસ્ટ હાઉસથી નિકળીને ૧૧ વાગે ટ્રેન પકડી લેવાની રહેશે. આગલા દિવસે સવારે ૧૦.૪૫ વાગે ટ્રેન નવી દિલ્હી સ્ટેશન પરત પહોંચી જશે.