હાલના દિવસોમાં બોલિવુડમાં બાયોપિક ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. આ પ્રકારની ફિલ્મો સૌથી વધારે હાલમાં બની રહી છે. આ પ્રકારની ફિલ્મો રેકોર્ડ કમાણી પણ કરી રહી છે. તાજેતરમાં જ રજુ કરવામાં આવેલી ફિલ્મ સુરમા પણ આવી જ છે. જે બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મ હોકી સ્ટાર સંદીપ સિંહની લાઇફ પર આધારિત ફિલ્મ છે. આ પહેલા બોક્સર મેરી કોમ, એમએસ ધોની, મિલખા સિંહ, દંગલ જેવી ફિલ્મો પણ બની ચુકી છે. આ તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકી છે. આ તમામ ફિલ્મો પરથી લાગે છે કે ખેલાડીઓ પણઁ રોલ મોડલ તરીકે સાબિત થઇ રહ્યા છે. તેપહેલા ચક દે ઇન્ડિયાને રેકોર્ડ સફળતા મળી હતી. જ્યારે પાનસિંહ તોમરને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. આવી ફિલ્મો ચોક્કસપણે ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવામાં ચાવીરૂપ ભમિકા અદા કરી રહી છે.
દગંલ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ મહિલાઓ પણ કુસ્તીના ક્ષેત્રમાં વધુ પ્રમાણમાં એન્ટ્રી કરી રહી છે. જુદા જુદા ક્ષેત્રમાં યુવતિઓ આગળ આવી રહી છે. વર્ષ ૨૦૦૨ના માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અપાવવાની વાર્તા જ્યારે ચક દે ઇÂન્ડયામાં રજૂ કરવામાં આવી ત્યારે ભારતીય યુવતિઓ ગૌરવ અનુભવ કરવા લાગી ગઇ છે. આની મહિલાઓ અને યુવતિઓ પર હકારાત્મક અસર થઇ છે. ફિલ્મ રજૂ કરવામાં આવ્યાના આઠ વર્ષના ગાળામાં જ ભારતીય મહિલાઓ આ ખેલમાં ૩૬ વર્ષ બાદ ઓલિÂમ્પક માટે ક્વોલિફાય થવામાં સફળ રહી છે. આવી જ રીતે મેરી કોમ ફિલ્મથી પ્રભાવિત થઇને યુવતિઓ બોક્સર બનવાની દિશામાં આગળ વધી રહી છે. ભાગ મિલ્ખા ભાગ ફિલ્મથી પ્રેરિત થઇને આજની યુવા પેઢી આગળ વધી રહી છે. પહેલા મિલ્ખાની સિદ્ધીથી સામાન્ય લોકો અને ખાસ કરીને યુવા પેઢી પ્રભાવિત ન હતી. પરંતુ આવી ફિલ્મોના કારણે યુવા પેઢી પ્રેરિત થઇ રહી છે.
આજે ભાગ મિલ્ખા ભાગ ભાગ, પાનસિંહ તોમર, ગીતા ફોગટ અને મેરી કોમના કારણે યુવા પેઢી પ્રભાવિત થઇ રહી છે. આધુનિક સમયમાં સિનેમા પ્રેમીઓ સાચી ઘટનાથી વાકેફ થવા માંગે છે. સાથે સાથે તેમનાથી પ્રેરિત થઇને આગળ વધવાની પણ ઇચ્છા ધરાવે છે. સચિન એ બિલિયન ડ્રિમ્સ ફિલ્મને લઇને પણ ચાહકો પ્રભાવિત થયા હતા. તેનાથી પ્રેરિત થયા હતા. આ પ્રકારની ફિલ્મોમાં મનોરંજનને વધારે મહત્વ આપવામાં આવતુ નથી. દર્શકોનો રસ રમત ગમતના ક્ષેત્રમાં સતત ભારતનો દેખાવ જુદી જુદી રમતમાં સુધરતા બદલાઇ રહ્યો છે. ૧૯૮૦ના દશકમાં ફિલ્મ અશ્વિની અને હિપ હિપ હુર્ફે જેવી ફિલ્મ સફળ સાબિત થઇ ન હતી. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. જ્યારે બોક્સર અને જા જિતા વહી સિકન્દર જેવી ફિલ્મોને ચાહકોએ પસંદ કરી હતી. રમત ગમત ઉપર આધારિત ફિલ્મો બનાવવાનો દોર હોલિવુડમાં પણ વર્ષોથી ચાલે છે. વર્ષ ૨૦૦૦ બાદ રમત ગમત ક્ષેત્રે જે કાલ્પનિક ફિલ્મો બની છે તેને પણ બોક્સ ઓફિસ પર સફળતા મળી છે. આ પૈકી મોટા ભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો કારોબાર કર્યો છે. હવે નંબર સુરમાંનો છે. ત્યારબાદ ટુંક સમયમાં જ અન્ય રમત પર બાયોપિક ફિલ્મ જાવા મળનાર છે.
જેમાં સાઇના નહેવાલ, પીવી સન્ધુ, ગોપિચંદ , પીટી ઉષા, ધ્યાનચંદ, કપિલ દેવ, મિતાલી રાજ પરની ફિલ્મ સામેલ છે. આ તમામ ફિલ્મો બનાવવા માટેની પ્રાથમિક તૈયારી ચાલી રહી છે. રાજકુમાર હિરાનીએ અલગ હટીને બોલિવુડના સ્ટાર સંજય દત્તની લાઇફ પર જ ફિલ્મ બનાવી દીધી હતી. જે બોક્સ ઓફિસ પર હાલમાં રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મે૫૦૦ કરોડથી પણ વધારે કમાણી કરી હતી. સ્ટાર ખેલાડીઓ પર હવે વધુને વધુ ફિલ્મો બની રહી છે.