નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ફટાકડાના વેચાણ પર દેશવ્યાપી પ્રતિબંધ મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલીક શરતો પણ લાગુ કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આજે તમામની નજર હતી. મંગળવારે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ફટાકડાનુ ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં. ફટાકડાનુ વેચાણ પણ હવે માત્ર લાયસન્સ ધરાવતા ટ્રેડર્સ દ્વારા જ કરી શકાશે. હાલમાં વાયુ પ્રદુષણને લઇને એકબાજુ વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે.
વાયુ પ્રદુષણ પર બ્રેક મુકવા માટે દેશભરમાં ફટાકડાના ઉત્પાદક અને વેચાણ પર રોક મુકવા માટેની માંગ ઉઠી રહી હતી. અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આ પહેલા આ મામલામાં ૨૮મી ઓગષ્ટના દિવસે જસ્ટીસ એકે સિકરી અને અશોક ભુષણન બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યુ હતુ કે પ્રતિબંધ સાથે જાડાયેલી અરજી પર વિચારણા કરતી વેળા ફટાકડાના ઉત્પાદકોની આજીવિકાના મુળભુત અધિકાર અને દેશના ૧.૩ અબજ લોકોના આરોગ્યના અધિકાર સહિત તમામ જુદા જુદા પરિબળો પર ધ્યાન આપવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટના આજના ચુકાદાથી ફટાકડાના કારોબાર સાથે જાડાયેલા દેશના તમામ કારોબારીઓને મોટી રાહત થઇ છે. કારણ કે જા ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર જા કોઇ પણ પ્રકારના પ્રતિબંધ મુકવામાં આવ્યા હોત તો કારોબારીઓને મરણતોળ ફટકો પડ્યો હોત. સાથે સાથે ફટાકડા ફોડીને પરંપરાગત ઉજવણી કરવામાં વિશ્વાસ ધરાવતા લોકોને પણ ફટકો પડ્યો હતો. દિવાળી પર મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાની પ્રથા રહેલી છે. આવી સ્થિતિમાં આજના ચુકાદાને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.