અમદાવાદ : સુપ્રીમ કોર્ટે પ્રદૂષણને લઇ દિવાળીના તહેવાર દરમ્યાન રાતે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડવા માટે આદેશ કર્યા છે છતાં ગઇકાલે ધનતેરસની પૂજા બાદ મોડી રાત સુધી અમદાવાદીઓએ ફટાકડા ફોડ્યા હતા. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા પોલીસે હવે લોકોને જાગૃત કરવાનું કામ શરૂ કર્યું છે. જા કે, તંત્ર સામૂહિક રીતે એકસમાન ધોરણે આદેશનું પાલન કરાવવા માટે લાચાર છે. બીજીબાજુ, રાજય સરકારે પણ સુપ્રીમકોર્ટના હુકમ મુજબ, ફટાકડા ફોડવાનો સમય જાહેર કર્યો હોવાથી પોલીસ અને તંત્ર અમલવારી માટે પગલાં લેવા પડે તેવી Âસ્થતિ છે. છૂટાછવાયા કિસ્સામાં પોલીસ સમયમર્યાદા બહાર ફટાકડા ફોડનાર લોકો સામે ફરિયાદ સહિતની કાર્યવાહી કરી રહી છે. દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાય છે, જેના પગલે સુપ્રીમ કોર્ટે રાતે ૮ થી ૧૦ સુધી ફટાકડા ફોડવાના આદેશ કર્યા છે.
સુપ્રીમના આદેશ છતાં અમદાવાદીઓ મોડી રાત સુધી ફટાકડા ફોડી ધનતેરસની ઉજવણી કરી હતી. મોડી રાત સુધી ફટાકડા ફોડવાને લઇ પોલીસે કેટલાક લોકોને ઝડપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે શહેર પોલીસે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે. ઉપરાંત ફટાકડા ફોડતી વખતે અન્યની સલામતીનું ધ્યાન રાખવું તેવી સૂચના આપતાં બેનર પણ લગાવાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવરંગપુરા પોલીસે સીજીરોડ સહિત અલગ અલગ જગ્યાએ બેનર લગાવ્યાં છે. બેનરમાં પોલીસ કમિશનરે ફટાકડા અંગે જાહેરનામામાં જે બાબતનો ઉલ્લેખ કર્યો છે તે જણાવાયું છે. હોસ્પિટલ, ન‹સગહોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરના વિસ્તારને સાઇલન્ટ ઝોન જાહેર કર્યો છે, જેથી ત્યાં કોઇ પ્રકારના ફટાકડા ન ફોડવા જણાવાયું છે. જો કોઇ વ્યક્તિ રાતે ૧૦ પછી ફટાકડા ફોડશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેવી સૂચના પર પોલીસ દ્વારા અપાઇ રહી છે. ફટાકડા ફોડવા અંગે સુપ્રીમની ગાઇડલાઇન છતાં પણ અમદાવાદીઓ મન મૂકીને દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડી રહ્યા છે. અમરાઇવાડી, ઓઢવ બાદ હવે રામોલ, વ†ાપુર સહિતના પોલીસમથકમાં પોલીસે ગેરકાયદે રીતે ફટાકડા ફોડનાર લોકો સામે કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડ ગઇ કાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે રામોલ વિસ્તારમાં આવેલ શિવાલિક બંગલોઝ પાસે એક યુવક જાહેરમાં ફટાકડા ફોડતો હતો. પોલીસે ફટાકડા ફોડનાર યુવકની ધરપકડ કરી હતી અને તેને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. પોલીસે ફટાકડા ફોડનાર જીતુભાઇ પંચાલ (રહે. સત્યમ આવાસ યોજના, વસ્ત્રાલ) નામના યુવક વિરુદ્ધમાં કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ ગેરકાયદે રીતે ફટાકડા ફોડવા મામલે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી કરી રહી હોવાથી સમાજમાં આ મુદ્દે થોડો ડર અને ગભરાટની લાગણી ફેલાયેલી છે પરંતુ તહેવારની મોજ માણવાના મૂડમાં રહેલા અમદાવાદીઓ બિન્દાસ્ત રીતે ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે, તે પણ વાસ્તવિકતા છે.