અમદાવાદ : વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ ‘Crakk‘ છે કે જે તેમણે પ્રોડ્યુસ પણ કરી છે. આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા એક ગેમ પર આધારિત છે. આ હાર્ડકોર એક્શન ફિલ્મની ટેગ લાઇન છે ‘Crakk જીતેગા તો જીયેગા’. ફિલ્મમાં વિદ્યુત પોતાનો જીવ દાવ પર લગાવીને રમત રમતા જોવા મળશે. ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે અર્જુન રામપાલ, નોરા ફતેહી અને એમી જેક્શન પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મ 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મના કલાકારો વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ અમદાવાદના મહેમાન બન્યા હતા અને પોતાની ફિલ્મ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી. અમદાવાદના કોનપ્લેક્સ સ્માર્ટ થીયેટરમાં તેમણે ફેન્સ સાથે મૂવી વિશેની વાતો શેર કરી હતી.
ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે મેકર્સે સ્પેન, સાઉથ આફ્રિકા, ઈટાલી અને જર્મની સહિત ઘણા દેશોમાંથી 7 ઈન્ટરનેશનલ એક્શન કોરિયોગ્રાફરને હાયર કર્યા હતા. આ નિર્માતાઓએ ફિલ્મ માટે સ્લેકલાઇનિંગ, BMX સાઇકલિંગ, રોલરબ્લેડિંગ સહિતની ઘણી સાહસિક રમતોની સાથે હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ એક્શનની કોરિયોગ્રાફી પણ કરી છે. આમાંના ઘણા એક્શન સિક્વન્સની ઝલક ફિલ્મના ટ્રેલર અને ટીઝરમાં જોવા મળી છે.
વિદ્યુત જામવાલનો ‘ડેયર ટુ બેયર’ લુક પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો જે આ ફિલ્મમાં જોવા મળશે. અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલના ફેસ-ઓફ સીન પણ ફિલ્મમાં દેખાશે. અગાઉ ફિલ્મના ટ્રેલરમાં નોરા ફતેહી અને વિદ્યુતની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી. એમી જેક્સન પોલીસ ઓફિસરના રોલમાં ફાઈટ સીન કરતી જોવા મળશે. મેકર્સે થોડા દિવસો અગાઉ ફિલ્મનું ગીત ‘રોમ રોમ’ રિલીઝ કર્યું હતું. આ હરિયાણવી ગીતમાં ‘હસ્ટલ’ વિજેતા એમસી સ્ક્વેરે પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મમાં વિદ્યુત અને નોરા પહેલીવાર રોમાન્સ કરતા જોવા મળશે. નોરા આ ફિલ્મથી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરી રહી છે. ‘કેટલાક તેમના પ્રેમ માટે રમવા માગે છે, તો કોઈ તેમના ભાઈ માટે રમવા માંગે છે’, ‘સ્પર્ધાનો એક જ નિયમ હશે, જે જીતશે તે જીવશે’ – સંવાદો અને ઘણા બધા એક્શન દૃશ્યોવાળી આ ફિલ્મ 23મી ફેબ્રુઆરીએ થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.