નવી દિલ્હીઃ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચામાં હિસ્સો લીધાના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ પણ આજે નિવેદન કર્યું હતું.
રાહુલે કહ્યું હતું કે દેશ નિર્માણનો એક માત્ર રસ્તો લોકો પ્રત્યે પ્રેમ અને દયાની ભાવના છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવેદન માટે કેટલાક લોકોમાં નફરત, ભય અને ગુસ્સાનો ઉપયોગ કરે છે. શુક્રવારના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર આને લઈને જ રહ્યો હતો. કોંગ્રેસ પ્રેમ અને દયાથી વિરોધ કરી રહી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે સંસદમાં ગઈકાલે થયેલી ચર્ચાનું મુખ્ય પાસુ વડાપ્રધાન પોતાના નિવેદન માટે કેટલાક લોકોમાં નફરત, ભય અને ગુસ્સાને ફેલાવવા માટેનું છે. અમે આ બાબત સાબિત કરવા જઈ રહ્યા છીએ કે પ્રેમ અને દયા તમામ ભારતીયોના મનમાં છે. દેશના નિર્માણ માટે એકમાત્ર રસ્તો આજ રહેલો છે.