કાનુનથી દેશ નથી ચાલતો, આધ્યાત્મિકતાથી દેશ ચાલી રહ્યો છે : શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના જાસપુર ખાતે બની રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વિશ્વઉમિયાધામના મુળમંત્ર સામાજિક ઉત્થાનથી આધ્યાત્મિક ચેતના જાગૃત કરવા ઉદ્દેશ્ય સાથે અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સનાતન ધર્મ-વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પ્રચારક શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે સંબોધન કર્યું હતું. ભારતની સનાતન વૈદિક પરંપરાને સદીઓ સુધી જીવંત રાખવા સામાજિક સુરક્ષામાં પડતી તકલિફો વિષય પર આ વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી આર.પી.પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને અનેક મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઉંચા મંદિર વિશ્વઉમિયાધામનું શિલાપૂજન કરી ધન્યતા પણ અનુભવી હતી

સનાતન ધર્મ બચાવી રાખવા તમામ પરિવારોએ ઘરસભા કરવી જોઈએઃ શ્રી આર.પી.પટેલ

સનાતન ધર્મ વિચાર ગોષ્ઠી અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે સદીઓ સુધી આપણી સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો તમામ પરિવારોએ ઘરસભા કરવી જોઈએ. વિશ્વઉમિયાધામ સનાતન ધર્મના કાર્ય માટે હંમેશા તત્પર છે

અનાદિકાળથી ભારત ભૂમિ પર બનેલા 42,000 મંદિર વિજ્ઞાન પર આધારિત છે: શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ

સનાતન ધર્મ-વિચાર ગોષ્ઠીમાં સંબોધન કરતા શ્રી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જણાવે છે કે અનાદિકાળથી ભારત ભૂમિ પર બનેલા 42000થી વધુ મંદિરો વિશ્વના કોઈ પણ દેશમાં બની શકે તેમ નથી. તે વિજ્ઞાન પર બનેલા છે. સંવિધાનથી રાષ્ટ્ર નથી ચાલતો આધ્યાત્મિકતાથી રાષ્ટ્ર ચાલે છે. અંગ્રેજોએ આપણને હજુ પણ ગુલામ રાખ્યા છે.

Share This Article