નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ દેશ ગમ અને ગુસ્સામાં છે. દેશના લોકોની એક જ ઇચ્છ વહેલી તકે સર્જિક સ્ટ્રાઇક કરીને જડબાતોડજવાબ આપવામાં આવે તે છે. બીજી બાજુ હુમલા બાદ સતત બીજા દિવસે બેઠકોનો દોર આજે જારી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીખી પ્રતિક્રિયા આપવામાં આવ્યા બાદ સર્જિકલ હુમલા કરવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. દેશના લોકો આના માટે માંગ પણ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ બેઠકોનો દોર આજે પણ જારી રહ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એકબાજુ તાકિદે ઇમરજન્સીની બેઠક બોલાવી વાતચીત જારી રાખી છે. સાથે સાથે જમ્મુ કાશ્મીરના તમામ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ સચિવોએ બેઠક યોજી છે. બેઠકોના દોર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે પણ બેઠકોનો દોર હાથ ધર્યો છે જેમાં સીઆરપીએફ કાફલા પર કરાયેલા હુમલા બાદની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. આજે બીજા દિવસે પણ યોજાયેલી આ બેઠકમાં ગૃહ સચિવ અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઉભી થયેલી સ્થિતિ ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. પુલવામા હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઇ હતી.અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ગઇકાલે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ઉરી-૨ તરીકે કરવામાં આવેલા આ હુમલામાં સીઆરપીએફના ૪૪થી વધુ જવાનો શહીદ થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં જવાનો ઘાયલ થયા હતા. ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા.
ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. હુમલો કરવામાં આવ્યા બાદ દક્ષિણ કાશ્મીરને એલર્ટ જારી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશની પ્રક્રિયા હવે આગામી દિવસોમાં પણ જારી રહે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી હુમલાને મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાં હુમલા બાદ તરત જ સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. બ્લાસ્ટના સ્થળે ફોરેÂન્સક વિભાગની ટીમો પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય રાયફલ અને અન્ય સુરક્ષા દળોની ટીમો પણ પહોંચી ચુકી છે. આતંકવાદીઓના શંકાસ્પદ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ, ફોરેન્સિક વિભાગ અને બોંબ ડિસ્પોઝલ ટીમો પુરાવા એકત્રિત કરવામાં લાગી ગઈ છે. જૈશના અફઝલ ગુરુ સ્કવોડે અગાઉ પણ અનેક હુમલાઓને અંજામ આપ્યા છે. શ્રીનગરના લાલચોક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત પોલીસ જવાનો શહીદ થયા હતા. આ પહેલા ૩૦ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે પુલવામામાં બીએસએફના જવાનો ઉપર પણ આ ત્રાસવાદી ટોળકીએ હુમલો કર્યો હતો. જમ્મુકાશ્મીરમાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ હવે મોદી સરકાર શુ જવાબ આપે છે તે બાબત પણ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કારણ કે ઉરી હુમલા બાદ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક હુમલા કરવામાં આવ્યા હતા.આક્રોશને ધ્યાનમાં લઇને પણ સરકાર પગલા લઇ શકે છે.