કોર્પોરેટના દરને ઘટાડી દેવાથી મુડીરોકાણને પ્રોત્સાહન મળનાર છે. કારણ કે સરકારના આ નિર્ણયના કારણે રોકાણની દ્રષ્ટિએ ભારત વેપાર જગતને આકર્ષિત કરનાર છે. આના કારણે પરોક્ષ રીતે કરવેરા રાજસ્વ મળનાર છે. કારોબારીઓ અને કંપનીઓ પણ શ્રમિકોને કામ આપનાર છે. જેના પરિણામસ્વરૂપે વ્યક્તિગત આવકવેરા રાજસ્વ પણ વધનાર છે. જેમ જેમ લોકોને રોજગાર મળનાર છે તેમ તેમ તેમની ખરીદી શક્તિ વધનાર છે. જેના કારણે જીએસટી રાજસ્વ પણ વધનાર છે. ચોક્કસપણે આવા પગલાથી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકાશે. સાથે સાથે દેશની આર્થિક સ્થિતી મજબુ બનનાર છે. આર્થિક સંકટના આ સમયમાં આ મોટા પગલાને લાગુ કરવાની સાથે સાથે જો અર્થવ્યવસ્થામાં સતત પ્રગતિ જોવા માટેની ઇચ્છા છે તો અન્ય કેટલાક મુળભુત સુધારા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર દેખાઇ રહી છે.
ભારતને જો ૫૦ ખર્વ ડોલરની અર્થવ્યવસ્થા બનવાની જરૂર છે તો મુળભુત માળખા પર ખાસ ધ્યાન આપવા માટેની જરૂર છે. આધારભુત માળખાને નાણાંકીય સહાયતા આપવા માટે અમને દીર્ધકાલીન લોનની સહાય જરૂર છે. સાથે સાથે બિન બેકિંગ સોર્સ વિકસિત કરીને આ બાબત શક્ય કરી શકાય છે. સાથે સાથે પ્રવાહી અને કુશળ બોન્ડ માર્કેટ વિકસિત કરવાની પણ જરૂર છે. બેંક લોન વધારી દેવા માટેની પ્રક્રિયાને ગતિ આપવા માટે જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતીને વધારે સરળ કરવાની જરૂર છે.
લોન આપવાની બાબત બેંકની વેપારી ગતિવિધી હોવી જોઇએ. જો તમે ધ્યાન આપવામાં આવશે નહીં તો લોન ઉપલબ્ધ કરવવાના પ્રયાસોને ફટકો પડશે. સંકેટગ્રસ્ત સંપત્તિની ઓળખ કરીને તેની તરફ ધ્યાન આપવાની જરૂર છે.