દિલ્હીમાં ફેબ્રુઆરી બાદથી કોરોનાના કેસમાં વધારો જાેવા મળ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૮,૭૮,૪૫૮ થઈ ગઈ છે. તેમાંથી ૧૮,૪૭,૪૫૬ દર્દી સાજા થઈ ગયા છે, જ્યારે ૨૬૧૬૮ લોકોના મોત થયા છે. બુલેટિન પ્રમાણે મંગળવારે કોરોનાના ૩૦૩૪૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૪.૫૦ ટકા કોરોના પોઝિટિવ આવ્યા છે.

આરટીપીસીઆરથી ૨૦૦૨૪ અને રેપિટ એન્ટીજનથી ૧૦૩૩૨ ટેસ્ટ થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધી ૩,૭૭,૬૨,૦૯૮ ટેસ્ટ થઈ ચુક્યા છે. વિભાગ અનુસાર દિલ્હીમાં વધતા કેસની સાથે હોટસ્પોટની સંખ્યા ૯૧૯ છે. 

દિલ્હીમાં કોવિડના વધતા કેસથી ચિંતિત વેપારી સંગઠનોએ બજારોમાં નિયમોનું પાલન ફરીથી શરૂ કરી દીધુ છે. આ હેઠળ નિયમિત સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. શું કરો અને શું ન કરોના પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે. લોકોને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ૧૧ એપ્રિલે એક્ટિવ કેસની સંખ્યા ૬૦૧ હતી, જે આજે વધીને ૪૮૩૨ થઈ ગઈ છે.  નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશને કહ્યું કે, તે ખાતરી કરી રહ્યાં છે કે બજારોમાં જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે. તેણે પોતાના બધા સભ્યોને બૂસ્ટર ડોઝ લેવાનું કહ્યું છે. એસોસિએશનના અધ્યક્ષે તમામ વેપારીઓને સાવચેત રહેવાનું કહ્યું છે. દુકાનોમાં જાગૃતતાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની ચોથી લહેરની આશંકા વચ્ચે બુધવારે સંક્રમણના ૧૩૬૭ નવા કેસ સામે આવ્યા તો એક વ્યક્તિનું મોત થયું છે. નવા દર્દીઓનો આ આંકડો છ ફેબ્રુઆરી બાદ સર્વાધિક છે. આ સિવાય છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૨ દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ દરમિયાન પોઝિટિવિટી રેટ ૪.૫૦ ટકા રહ્યો.

રાજધાની દિલ્હીમાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૮૩૨ થઈ ગઈ છે. આ પહેલાં દિલ્હીમાં મંગળવારે કોરોના સંક્રમણના ૧૨૦૪ કેસ સામે આવ્યા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

Share This Article