વુહાનની સિક્રેટ લેબમાં કોરોના પર થઇ રહ્યો છે પ્રયોગ..!!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોરોના વાયરસને લઈને એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વુહાનની એક રહસ્યમય લેબે મનુષ્યોને સંક્રમિત કરવા માટે કોરોના વાયરસના ક્લોન બનાવવા પર ગુપ્ત પ્રયોગ કર્યાં. છેલ્લા ત્રણ વર્ષોથી વૈજ્ઞાનિકોના સમૂહ કોવિડની ઉત્પત્તિ વિશે મહત્વપૂર્ણ પૂરાવા માટે ઓનલાઇન ડેટાબેસ અને તથ્યો સાથે જોડાયેલ અન્ય સ્ત્રોતોથી શોધ કરી રહ્યાં છે. પરંતુ આ રિસર્ચને સીધી રીતે વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી કે કોવિડ-૧૯ સાથે ન જોડી શકાય. આ મહામારી પહેલાં વુહાનમાં કરવામાં આવી રહેલાં ખતરનાક પ્રયોગો વિશે જણાવે છે. કોરોના મહામારીને કારણે દુનિયાભરમાં ૭૦ લાખથી વધુ લોકોના મોત થયા છે. ધ સનના રિપોર્ટ પ્રમાણે ડો. ક્વેએએ શોધની તુલના એક સીરિયલ કિલરના મળવા સાથે કરી. નિષ્ણાંતો એક જૂના ડેટાબેસને જોઈ રહ્યાં હતા, જ્યારે તેમણે એક પ્રયોગશાળામાં બનેલા છુપાયેલા કોરોના વાયરસને જોયો. તેમને જાણવા મળ્યું કે કોરોના વાયરસના જીનોમે ચોખાના નમૂનાને સંક્રમિત કરી દીધા, જેને લઈને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રકૃતિમાં સંભવ નથી. 

નિષ્ણાતોનું કહેવું છે કે આ શોધથી જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિ વુહાનની એક લેબમાં ચામાચીડિયાના કોરોના વાયરસ પર પ્રયોગ કરી રહ્યું હતું. આ ૨૦૧૯ ના અંતમાં COVID-૧૯ નો પ્રથમ ઉદભવ થયો તે પહેલાની વાત હતી. સંશોધકોએ કહ્યું કે આ સૂચવે છે કે સમાન વાયરસના કારણે રોગચાળો શરૂ થયો તે પહેલા ખતરનાક પેથોજેન્સ પર જોખમી કાર્ય કરવામાં આવી રહ્યું હતું. તેણે કહ્યું કે તે સેંકડો અજાણ્યા પ્રયોગોમાંથી એક હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભલે આ શોધ સીધી રીતે વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે ન જોડી શકાય, પરંતુ તે દેખાડે છે કે રિસર્ચરોનો એક સમૂહ ૨૦૧૯માં વુહાનની એક લેબમાં કોરોના વાયરસનું પરીક્ષણ અને તેમાં સંશોધન કરી રહ્યો હતો. ડૉ. ક્વેના જણાવ્યા અનુસાર, આ બિનદસ્તાવેજીકૃત પ્રયોગમાં, વાયરસને પ્રાણીમાંથી કાઢવામાં આવ્યો હતો અને તેના પર પ્રયોગ કરીને તેને મનુષ્યો માટે વધુ જોખમી બનાવવામાં આવ્યો હતો.

Share This Article