કુલી નંબર વનની રીમેક પર ટુંક સમયમાં હવે શુટિંગ શરૂ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : એમ માનવામાં આવે છે કે આશાસ્પદ સ્ટાર વરૂણ ધવન માટે વર્ષ ૨૦૧૯ ખુબ વ્યસ્ત રહેનાર છે. તે હાલમાં અનેક મોટા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે. તેના હાથમાં કેટલાક મોટા પ્રોજેક્ટ છે. તે એકબાજુ મોટી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સને લઇને વ્યસ્ત છે. જે ડાન્સ પર આધારિત મોટી ફિલ્મ રહેશે. આવી જ રીતે તે શશાંક ખેતાનની ફિલ્મ થ્રીલરને લઇને આશાવાદી છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે તે આગામી ફિલ્મ કુલી નંબર વનની રીમેકમાં પણ કામ કરવા જઇ રહ્યો છે. પિતચા ડેવિડ ધવનની સાથે તે ત્રીજી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે નંબર વન ફ્રેન્ચાઇસની આગામી ફિલ્મ છે. જેમને આ અંગેની માહિતી નથી તેમને કહેવામાં જરૂર છે કે નંબર વન ફ્રેન્ચાઇસની શરૂઆત વર્ષ ૧૯૯૫માં કુલી નંબર વન સાથે જ કરવામાં આવી હતી.

તાજેતરમા જ ડેવિડ ધવને અભિષેક વર્મનના નિર્દેશનમાં બની રહેલી કલંક ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કર્યુ છે. તેના અંગે કહેવામાં આવ્યુ છે કે તે આ ફિલ્મમાં તેની કેરિયરમાં સૌથી મોટા પડકારરૂપ રોલ કરી ગયો છે. વરૂણ હવે રેમો ડિસુઝાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જે ડાન્સ પર આધારિત ફિલ્મ છે. જેમાં તેની સાથે નોરા ફતેહી અને શ્રદ્ધા કપુર પણ છે. આ ડાન્સ પર આધારિત ફિલ્મ તમામ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે. વરૂણ નંબર વન ફ્રેન્ચાઇસ પર આ વર્ષે જુનમાં કામ શરૂ કરી દેશે. જો કે તે પહેલા વરૂણ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત રહેશે. જે એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. તમામ જાણકાર લોકો કહી રહ્યા છે કે તે અલગ અલગ પ્રોજેક્ટ પર વ્યસ્ત રહેનાર છે. વરૂણ ધવન કહે છે કે પિતા ડેવિડ ધવન સાથે ફિલ્મ કરીને તે ગર્વ અનુભવ કરે છે.કારણ કે પિતા કોઇ પણ નાનકડી બાબતને ચલાવી લેતા નથી.

Share This Article