દેવીન ગવારવાલા દ્વારા બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે એક ટોક શો “કન્વર્ઝેશન્સ ઈન બ્રોન્ઝ” નું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારની સાંજે આયોજિત આ કાર્યક્રમમાં આર્ટલવર્સ અને આર્ટ કલેક્ટર્સ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ બ્રોન્ઝ સ્ક્લપ્ચરની આકર્ષક દુનિયાને ઉજાગર કરવાનું વચન આપે છે. આ અત્યંત રસપ્રદ ટોક શોમાં મૂળરૂપે દિલ્હીના તિષ્ઠિત આર્ટ ક્યુરેટર, ઉમા નાયર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિલ્પકાર, અરુણ પંડિત ઉપસ્થિત રહ્યાં હતા. આ મહાનુભાવો પોતાની સમજ અને અનુભવોના આધારે હાજર સૌ કોઈને માહિતગાર કર્યા હતા.


અરુણ પંડિતે બ્રોન્ઝ સ્ક્લપ્ચરના ઇતિહાસ અને સમકાલીન મહત્વનો અભ્યાસ, કલાત્મક તકનીકો, દેશમાં પબ્લિક આર્ટ પર સાંસ્કૃતિક પ્રભાવ વગેરે અંગે ચર્ચા કરી હતી. ઉપસ્થિતિ સૌ કોઈ કલાપ્રેમીઓને આ ક્યુરેટર અને કલાકાર સાથે વાર્તાલાપ કરવાની અનોખી તક મળી., જેમાં ટ્રાન્સ્ફોર્મેટિવ મીડીયમ તરીકે “બ્રોન્ઝ”ના મહત્વ વિશે માહિતગાર થયા.
ઉભરતી કલાત્મક પ્રતિભા શોધવા અને નવીન એક્ઝિબિશન્સનું આયોજન કરવા માટે જાણીતા, ઉમા નાયર, અરુણ પંડિતની આર્ટ પ્રેક્ટિસની ઉત્ક્રાંતિ પર ચર્ચા કરશે. અરુણ પંડિત – એવોર્ડ વિનિંગ કંટેપરરી સ્કલ્પચર, અરુણ પંડિત વ્યક્તિગત વાર્તાઓ અને તેમના અદભુતબ્રોન્ઝ વર્ક માટે સામેલ તકનીકો શેર કરશે. કન્વર્ઝેશન્સ ઈન બ્રોન્ઝ એ એક વિશિષ્ટ કાર્યક્રમ હતો કે જેણે સંવાદ, શોધ અને બ્રોન્ઝની સુંદરતા અને ઉત્ક્રાંતિ માટે પ્રશંસાથી ભરપૂર પ્રેરણાદાયક સાંજ બનાવી.