ટ્રેનોમાં મુસાફરી કરતા યાત્રીઓને પાણીને લઇને પડતી તકલીફ હવે ઇતિહાસ બની જશે. કારણ કે, રેલવે દ્વારા હવે એક એવી વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે જેના કારણે સ્ટેશનો ઉપર પાણી ભરવાનો સમય ૨૦ મિનિટથી ઘટીને માત્ર પાંચ મિનિટનો થઇ જશે. રેલવેદ્વારા આગામી વર્ષે માર્ચ મહિનામાં એક એવી વ્યવસ્થા રજૂ કરવામાં આવનાર છે જેનાથી ટ્રેનો માટે પાણી ભરવા માટેની વ્યવસ્થા ઉલ્લેખનીય રીતે ઘટી જશે.
૧૪૨ સ્ટેશનો ઉપર આસુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેનોમાં મુસાફરી કરતા યાત્રીઓને પાણી ઉપરાંતટ્રેનોમાં પાણીની સમસ્યા ટોયલેટમાં પણ ગંભીરરીતે રહે છે. હાલમાં જ રેલવે બોર્ડે આપ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડ રૂપિયાની મંજુરી આપી છે. રેલવે દ્વારા તૈયાર કરવામાંઆવેલી યોજના મુજબ લાંબા અંતરની ટ્રેનોમાં પાણી ટોયલેટ અને વોશબેસિંગમાં ઉપયોગ કરવામાટે પ્રતિ ૩૦૦થી ૪૦૦ કિલોમીટરના અંતરે ભરી દેવામાં આવે છે. અહેવાલમાં જણાવવામાંઆવ્યું છે કે, લાંબા અંતરની ટ્રેનોમાં પાણી ન ઘુટેતેની ખાતરી કરવામાં આવશે.
ઝડપી વોટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ૨૪ કોચની ટ્રેનમાંમાત્ર પાંચ મિનિટની અંદર પાણી ભરી દેવામાં આવશે. જ્યારે ઘણી બધી ટ્રેનોમાં આટલાસમયમાં પાણી ભરી કાઢવામાં આવશે. કોચમાં અગાઉ પાણી ચાર ઇંચની પાઇપની મદદથી ભરવામાંઆવે છે. હવે તેની જગ્યાએ છ ઇંચની પાઇપનો ઉપયોગ કરવામાં આવશે. હાઈપાવર મોટરની સાથેછ ઇંચની પાઇપનો ઉપયોગ કરવામાં આવશે. આરડીએસઓ દ્વારા તૈયાર કરવામાં આવેલીસુપરવાઈઝરી કન્ટ્રોલ એન્ડ ડેટા નામથી રહેલી કોમ્પ્યુરાઇઝ્ડ સિસ્ટમ મારફતેટ્રેનોમાં પાણી સપ્લાય કરવામાં આવશે.
રેલવે બોર્ડના સભ્ય (રોલિંગ સ્ટોક) રાજેશઅગ્રવાલે કહ્યું હતું કે, જૂની પાઇપમાં પુરતા પ્રમાણમાં પ્રેશરની Âસ્થતિ ન હતી જેથી કોચમાં ૧૮૦૦ લીટર પાણીની ક્ષમતા સાથે ટેગ ભરવા માટે૨૦ મિનિટનો સમય લાગતો હતો જેના લીધે અછત રહેતી હતી. રેલવે મંત્રાલયના અધિકારીનાકહેવા મુજબ કોચમાં અપુરતા પાણીની અનેક સમસ્યાઓ નડી રહી હતી પરંતુ હવે સ્થતિમિાંઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં આ સમસ્યા હવે દૂર થશે અને ટ્રેનનાયાત્રીઓને રાહત થશે. લાંબા અંતરની ટ્રેનોમાં યાત્રીઓની ફરિયાદ મળી રહી હતી તેનીનોંધ લેવામાં આવી છે. મંત્રાલયે હવે વોટર પ્રેશરને વધારવા માટે ૪૦૦ હોર્સપાવરનાપંપ સ્થાપિત કરવા ઇચ્છુક છે. આના કારણે ખુબ ઝડપથી કોચમાં પાણી ભરી શકાશે. ટ્રેનોનીસુવિધા વધુ વધશે.