કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતની Bigg Bossમાં થશે એન્ટ્રી!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે પણ જાણીતી રાખી સાવંત ફરી એકવાર ટીવી સ્ક્રીન પર ખળભળાટ મચાવવા આવી રહી છે. થોડા સમય પહેલા જ્યારે બિગ બોસ ૧૬ શરૂ થવાનું હતું, ત્યારે રાખીએ મીડિયા સામે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તે પણ બિગ બોસના ઘરમાં જઈને તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે રહેવા માંગે છે. રાખી તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે. તો તમને જણાવી દઈએ કે રાખીની બિગ બોસના ઘરમાં જવાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે, પરંતુ તેમાં એક ટિ્‌વસ્ટ છે. આવો જાણીએ શું છે આ ટિ્‌વસ્ટ. જેવું અમે હમણાં તમને કહ્યું તે મુજબ રાખી સાવંતે બિગ બોસના ઘરમાં એન્ટ્રી લઇ લીધી છે. રિલીઝ થયેલા પ્રોમોમાં જોઈ શકાય છે કે રાખી લાલ રંગના કપડામાં બિગ બોસના ઘરમાં પ્રવેશી છે. એન્ટ્રી લેતી વખતે રાખીએ કહ્યું- ‘હું તમારા બધાની માં છું! હું બિગ બોસની પહેલી પત્ની છું. તેની સાથે પછી ઘણી વધુ વાઇલ્ડકાર્ડ એન્ટ્રીઓ પણ આવી. રાખી સાવંતને ચેલેન્જર તરીકે લાવવામાં આવી છે.

જો તમે વિચારી રહ્યા હોવ કે અમે અહીં કયા ટિ્‌વસ્ટ વિશે વાત કરી રહ્યા છીએ, તો ચાલો તમને જણાવીએ કે, વાસ્તવમાં રાખીની એન્ટ્રી બિગ બોસમાં થઈ છે, પરંતુ બિગ બોસ ૧૬માં સલમાન ખાન વાળા બિગબોસ શૉમાં નહીં, પરંતુ મરાઠી બિગ બોસ સીઝન ૪માં છે. રાખી સાવંત મરાઠી બિગ બોસ સીઝન ૪ના ઘરમાં પહોંચી છે. રાખી માત્ર બિગ બોસમાં આવવા માંગતી હતી, તેથી તે મરાઠી સિઝનમાં આવ્યા પછી પણ ખૂબ ખુશ છે.

રાખી સાવંતે વર્ષ ૨૦૦૬માં હિન્દી બિગ બોસ સીઝન ૧ કરી હતી. તે અરશદ વારસી દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું અને રાહુલ રોય વિજેતા હતા. આ સિઝનમાં કાશ્મીરા શાહ અને રૂપાલી ગાંગુલી પણ જોવા મળી હતી. આટલું જ નહીં, રાખી આ સિઝનમાં રનર અપ રહી હતી. આ પછી તે ૨૦૨૦માં બિગ બોસ ૧૪માં જોવા મળી હતી. અહીં તે ટોપ ૪માં સામેલ થઈ ગઈ, પરંતુ ફરીથી ટ્રોફી જીતી શકી નહીં. બિગ બોસે તેને ફરીથી ૧૫મી સિઝનમાં તક આપી. આમાં પણ તેણે તેનું એન્ટરટેઈનમેન્ટ મોડ ઓન રહ્યું હતું, પરંતુ તે શો જીતી શકી નહીં.

Share This Article