મુંદ્રાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરાવાતા વિવાદ સર્જાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કચ્છના મુંદ્રાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરાવાતા વિવાદ સર્જાયો છે. મુંદ્રાની પર્લ સ્કૂલમાં આ ઘટના બની હોવાની માહિતી છે. જ્યાં હિંદુ વિદ્યાર્થીઓને ટોપી પહેરાવી નમાજ પઢાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. બકરી ઇદ નિમિતે સ્કૂલમાં ડ્રામાનું આયોજન કરાયુ હતુ. આ દરમિયાન હિંદુ બાળકો પાસે મુસ્લિમ ટોપી પહેરાવી, કતારમાં બેસાડી નમાઝ અદા કરાવવામાં આવી હતી. આ વીડિયો સામે આવ્યાં વિવાદ સર્જાયો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટના બાદ વાલીઓ અને હિન્દુ સંગઠનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓએ શાળાએ પહોંચી સમગ્ર ઘટના અંગે રોષ ઠાલવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં વિવાદ વકરતા સ્કૂલના પ્રિન્સીપાલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધરી છે. તપાસ બાદ સ્કૂલની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી માટે તપાસ અહેવાલ તૈયાર કરાશે. જો કે વિવાદ થતા પર્લ સ્કૂલના મેનેજમેન્ટે માફી માગી છે. સ્કૂલના ટ્રસ્ટીએ ખુલાસો કરી માફી માગી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી.

Share This Article