૨૧માં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં સેનાના ખેલાડીયોનું યોગદાન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ભારતે જીતેલા ૬૬ પદકોમાં સેનાના ખેલાડીઓ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સેનાના ખેલાડીયોએ ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયામાં ૪થી ૧૫ એપ્રિલ સુધી આયોજીત થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ સુવર્ણ, બે રજત અને ચાર કાંસ્ય પજક જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

આ એક પ્રશંસનીય ઉપલબ્ધિ છે કે સેનાના કૂલ ૧૯ ખેલાડીયોનો રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેમણે દેશ દ્વારા જીતેલા ૬૬ પદકોની કુલ પદક યાદીમાં  ૧૫%થી વધુ પદક જીતી પોતાનું યોગદાન આપ્યું છે. આ પદક ૨૦૦૧માં શરૂ કરવામાં આવેલા અભિયાનનું પરિણામ છે, જેને ભારતીય સેનાના વિઝન ઓલંપિક કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું.

પદક વિજેતાઓના નામ આ પ્રમાણે છે:

સુબેદાર જીતૂ રાય, સેના મેડલ – સુવર્ણ પદક (શૂટિંગ)
હવાલદાર ઓમ પ્રકાશ મિત્રવાલ – બે રજત પદક (શૂટિંગ)
સૂબેદાર સતીશ કુમાર – રજત પદક (બોક્સિંગ)
નાયબ સૂબેદાર અમિત કુમાર – રજત પદક (બોકેસિંગ)
નાયબ સૂબેદાર મોહમ્મદ હાસુમુદ્દીન – કાંસ્ય પદક (બોક્સિંગ)
નાયબ સૂબેદાર મનીષ કૌશિક – રજત પદક (બોક્સિંગ)
હવાલદાર ગૌરવ સોલંકી – સુવર્ણ પદક (બોક્સિંગ)
નાયબ સૂબેદાર નીરજ ચોપડા – સુવર્ણ પદક (જેવલિન)
નાયબ સૂબેદાર દિપક લાઠર – કાંસ્ય પદક (વેટલિફ્ટિંગ)

સેનાના અધ્યક્ષ સેનાના ખેલાડીયોના આ ઉત્ક઼ષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી અને ૧૮ એપ્રિલ ૨૦૧૮ના પદક વિજેતાઓને સમ્માનિત કર્યા, તેમણે આ શ્રેષ્ઠ ખેલાડીયોને પોતાના સતત તથા એકાગ્ર પ્રયત્ન જાળવી રાખવા તથાદેશ માટે ઓલંપિક પદક જીતવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

Share This Article