નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ અને ચેન્નાઇ સુપર કિંગ્સના વર્તમાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે વર્ષ ૨૦૧૮માં અનેક મોટી સફળતા આવી છે. ચેન્નાઇને ફરી એકવાર આઇપીએલમાં ચેમ્પિયન બનાવવાની સાથે સાથે તેની બેટિંગ પણ ધરખમ રહી છે. હવે ધોનીએ જર્મનીની સાયબર સિક્યોરિટી કંપની વાર્ડબિજ સાથે આગામી ત્રણ વર્ષ માટે ૧૫ કરોડ રૂપિયાની સમજુતી કરી છે. આ પહેલા ધોનીએ પુણેની એક ડેકોરેટિવ પેન્ટ કંપનીની સાથે ત્રણ વર્ષ માટે આવી જ સમજુતી કરી હતી.
જો કે તે કંપની સાથે કેટલા રૂપિયાની સમજુતી કરવામાં આવી હતી તે અંગે કોઇ માહિતી હાથ લાગી ન હતી. ધોનીએ સ્પોર્ટસ ટેકનોલોજી સ્ટાર્ટ અપ કંપની સાથે પણ સમજુતી કરી છે. બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે કંપનીમાં ૨૫ ટકા હિસ્સેદારી પણ હાંસલ કરી લીધી છે. વાર્ડબિજની સાથે ડીલ સાઇન કરવામાં આવ્યા બાદ ધોનીએ કહ્યુ હતુ કે તે કંપની સાથે જાડાઇને ભારે ખુશ છે. આ કંપની હમેંશા પર્સનલ કોમ્પ્યુટર અને મોબાઇલ સિસ્ટમની સંપૂર્ણ સિક્યોરિટી માટે કામ કરે છે.
આના માટે આ કંપની વન સ્ટોપ શોપ તરીકે ગણવામાં આવે છે. ધોનીએ વધુમાં કહ્યુ છે કે તે પોતાના આઇડિયા પર તેની સાથે મળીને ખુબ ખુશ છે. પીસી અને મોબાઇલ બંને માટે સિક્યોરિટી સોલ્યુશન પ્રોડક્ટસ બનાવીને તે પહેલા જ ભારે લોકપ્રિયતા મેળવી ચુકી છે. વાર્ડવિજ ભારતમાં પોર્ટફોલિયોને વધારી દેવા માટેની તૈયારીમાં છે. બીજી બાજુ આ કંપની સાથે જોડાઇ જવા બદલ ધોનીનુ સ્વાગત કરતા કંપનીના ઇન્ડિનય બિઝનેસના સીઇઓ અભિજીત ખોટેએ કહ્યુહતુ કે ધોની પણ પોતાના ટાર્ગેટને હાંસલ કરવામાં એટલા જ ઉતાવળમાં રહે છે. જેટલી જ ઉતાવળમાં કંપની પણ રહે છે. તે કંપનીના વિજનને યોગ્ય રીતે પ્રતિનિધીત્વ કરે છે. કંપની જારદાર રીતે આગળ વધવા ઇચ્છુક બનેલી છે.