સલમાન ખાનને મારવાનું કાવતરુ..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડ અભિનેતા સલમાન ખાન દુનિયાભરના કેટલાય લોકોના દિલમાં રાજ કરે છે, પરંતુ એવુ પણ કોઇ હોઇ શકે કે જે સલમાનના જીવનું દુશ્મન બની બેઠુ હોય. જીહાં, સલમાન ખાનને મારવાનું કાવતરુ કરનાર એક શખ્સને હરિયાણા પોલીસે હૈદરાબાદથી દબોચી લીધો છે.

હરિયાણા પોલીસે એસ.ટી.એફએ લોરેંસના સાગરિત નેહરાને બુધવારે હૈદરાબાદથી ઝડપી લેવામાં આવ્યો છે. સંપત નેહરા લોરંસ બિશ્નોઇની ગેંગમાં કામ કરતો હતો. લોરેંસે સલમાનને 2018 જાન્યુઆરીમાં મારવાની ધમકી આપી હતી. ન્યૂઝ એજંસી એ.એન.આઇ એ પોલીસને જણાવ્યુ કે બિશ્નોઇએ ચિંકારા કેસ વખતે સલમાનને મારવાની ધમકી આપી હતી. નેહરાએ મુંબઇ જઇને સલમાન ક્યારે શું કરે છે તેની રેકી કરી હતી. સલમાનને માર્યા બાદ તે વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તેના મનસૂબા કામિયાબ થાય તે પહેલા જ તેને હૈદરાબાદથી ઝડપી લેવામાં આવ્યો હતો.

1998માં હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે સલમાન ખાન ઉપર કાળા હરણને મારવાનો આરોપ લાગ્યો હતો. 2018માં જ્યારે જોધપૂર કોર્ટમાં સલમાન સુનાવણી માટે આવ્યા ત્યારે બિશ્નોઇએ સલમાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નેહરા  હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ચંદીગઢમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. સલમાનને મારવામાં તે ફાવ્યો નહી અને હવે તે જેલના સળિયા ગણતો થઇ ગયો છે.

Share This Article