લખનૌ : ઉત્તરપ્રદેશમાં જીત માટે જાતિય સમીકરણની ભૂમિકા હમેંશા ખુબ મહત્વપૂર્ણ રહે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ આની ચાવીરૂપ ભૂમિકા રહેનાર છે. હાલમાં દરેક પાર્ટી ઉત્તરપ્રદેશમાં જાતિય સમીકરણને ધ્યાનમાં લઇ રહી છે. કારણકે તમામ રાજકીય પાર્ટી સારી રીતે જાણે છે કે વિકાસની કેટલી પણ વાતો કરવામાં આવે તો પણ ઉત્તરપ્રદેશમાં છેલ્લે જાતિય સમીકરણ ભારે પડે છે. જાતિય સમીકરણને ધ્યાનમાં લેવામાં ભાજપ સૌથી આગળ છે.
ભાજપ દ્વારા વર્ષ ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરવામાં આવી ચુકી છે. ભાજપે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની જેમ જ આ વખતે પણ લોક્સભામાં પ્રચંડ જીત હાંસલ કરવા માટે તૈયારી કરી છે. ભાજપ એ રણનિતી બનાવી રહી છે જેના ભાગરૂપે દરેક જાતિ અને વર્ગના લોકોને આકર્ષિત કરી શકાય છે. ભાજપ સામાજિક સંમેલનોનુ આયોજન કરી રહી છે. મોટા પાયે સામાજિક સંમેલન યોજનાની તૈયારી ચાલી રહી છે. સામાજિક સંમેલન મારફતે ચૂંટણી ચાલ રમવા માટે ભાજપ સજ્જ છે. આના માટે પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યા છે. આના ભાગરૂપે કાર્યક્રમની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
પ્રજાપતિ સંમેલન યોજીને આની શરૂઆત ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે. બુધવારના દિવસે પણ રાજભર સમાજના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પાર્ટીની યોજનામા પછાતોની સાથે સાથે દલિતોના સંમેલન યોજવા માટેની પણ રહેલ છે. ભાજપની રણનિતી દરેક વર્ગને પોતાની સાથે જાડી દેવાની રહેલી છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનને પછડાટ આપવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ઉત્તરપ્રદેશમાં દલિતની મત હિસ્સેદારી ૨૫ ટકા છે.
જ્યારે પછાતની મત હિસ્સેદારી ૩૫ ટકા છે. જા આ પૈકી ૫૦ ટકા મત પણ મળી જાય તો તેના ખાતામાં ૮૦ સીટ પૈકી ૬૦થી ૭૦ ટકા સીટ જઇ શકે છે. ભાજપે બુધવારના દિવસે રાજભર સમાજના સંમેલનમાં સક્રિય રીતે ભાગ લઇને કેટલાક સંકેત આપી દીધા હતા. બીજી બાજુ ગુરૂવારના દિવસે વાળંદ, સવિતા, ઠાકુર અને સેન જાતિઓના સામાજિક સંમેલનોનુ આયોજન પાટનગર લખનૌમાં કરવામાં આવ્યુ હતુ. આ તમામ સામાજિક સંમેલનમાં તેમના પ્રતિનિધીઓને હાજર રાખવામાં આવ્યા હતા. મેરઠમાં ૧૧ અને ૧૨મી ઓગષ્ટના દિવસે પાર્ટીની કાર્ય સમિતીની બેઠક યોજાનાર છે. ત્યારબાદ ફરી સામાજિક સંમેલનનો દોર શરૂ થઇ જશે.
૨૫મી ઓગષ્ટના દિવસે નિષાદ, કશ્યપ, બિન્દ, કેવટ, કહાર જાતિઓના સામાજિક સંમેલનો યોજાનાર છે. પ્રદેશ સ્તર પર આ પ્રકારના કાર્યક્રમો યોજ્યા બાદ વિધાનસભા અને લોકસભાના તમામ ક્ષેત્રમા પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. પાર્ટીની રણનિતી પછાતની સાથે સાથે દલિતોના જુદા જુદા વર્ગના લોકો સાથે પણ બેઠક કરવામાં આવનાર છે. ભાજપની નજર સામાન્ય વર્ગના એવા લોકો પર પણ છે જે જુદા જુદા કારોબાર સાથે જોડાયેલા છે. આ લોકો માટે પણ સંમેલન યોજવામાં આવનાર છે.
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના મોહરા ભાજપના સમીકરણને બગાડી ન શકે તે માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ભાજપે ખેતી કરનાર અને પ્રોફેશનલ બંને વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. કૈશવ પ્રસાદ મૌર્યે વર્ષ ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં પછાત વર્ગને ભાજપની સાથે જોડી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. આ વખતે પણ આવી જ તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે ભાજપે પછાત જાતિઓના સહારે પોતાની ચૂંટણી નૌકાને પાર લગાવી દેવા માટેની તૈયારી કરી છે. જો પછાત જાતિ સુધી પહોંચી જવામાં ભાજપ સફળ રહે છે તો તેની વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં માર્ગ સરળ થઇ જશે. પછાત જાતિના કુલ ૩૫ ટકા મત છે. જેમાં ૧૩ ટકા યાદવ, ૧૨ ટકા કુમી, ૧૦ ટકા અન્ય જાતિઓ છે. પછાત જાતિઓના ૫૦ ટકા મત પણ મળે છે તો તેની જીત પાકી થઇ જાય છે તેમ રાજકીય પંડિતો નક્કરપણે માને છે.